બેંક ખાતું ખોલવા માટે શરૂઆતમાં જેમ કેટલાક પેપરવર્કની જરૂર હોય છે અને ત્યાર પછી તમે તેની તમામ સેવાઓનો મુશ્કેલી રહિત ઉપયોગ કરી શકો છો એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ આ પ્રકારનો જ અનુભવ પૂરો પાડે છે. તમારા મ્યુચ્યુઅલ ફંડની સફરનો આરંભ કરવા માટેની પાયારૂપ જરૂરિયાત, ખરાઇ માટે આવશ્યક દસ્તાવેજો પૂરા પાડીને તમારું કેવાયસી પૂર્ણ કરવું તે છે. એક વખત કેવાયસી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમે કોઇ પણ સમયે કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં કોઇ પણ રકમનું રોકાણ કરી શકો છો.
કેવાયસી એક વખત કરવામાં આવતી પ્રક્રિયા છે, જે મ્યુચ્યુઅલ ફંડનાં વિશ્વમાં પ્રવેશવાની ચાવી છે. તે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પ્રવેશને અવિરત બનાવે છે અને એક વખત તમારાં કેવાયસીની ખરાઇ થઈ જાય ત્યાર પછી તમે આ બધું તમારા ઘરેથી આરામથી કરી શકો છો. હાલના સમયમાં તમે ઇ-કેવાયસીનો વિકલ્પ પસંદ કરી શકો છો,
વધુ વાંચો