ડેટ ફંડ્ઝ રોકાણકારો પાસેથી એકત્રિત થયેલા નાણાંનું બેંકો, પીએસયુ, પીએફઆઇ (પબ્લિક ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ), કોર્પોરેટ્સ અને સરકાર દ્વારા જારી કરેલા બોન્ડ્સમાં રોકાણ કરે છે. આ બોન્ડ્સ સામાન્યપણે મધ્યમથી લાંબા ગાળાના હોય છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ આવા બોન્ડ્સમાં રોકાણ કરે છે ત્યારે તે આ બોન્ડ્સમાંથી સમયાંત્તરે વ્યાજ ઉપાર્જિત કરે છે, જે સમય જતા ફંડનાં કુલ વળતરમાં યોગદાન આપે છે.
કેટલાક ડેટ ફંડ્ઝ નાણાં બજારનાં સાધનોમાં જેવા કે સરકાર દ્વારા જારી કરેલા ટી-બિલ્સ, કોમર્શિયલ પેપર્સ, સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ, બેંકર્સ એક્સેપ્ટન્સ, બિલ્સ ઓફ એક્સચેન્જમાં પણ રોકાણ કરે છે, જે સામાન્યપણે ટૂંકા ગાળાના હોય છે. આ સાધનો નિયમિત અંતરાયે નિશ્ચિત વ્યાજની ચુકવણી કરવાનું પણ વચન આપે છે, જે સમયાંત્તરે ફંડના એકંદર વળતરમાં યોગદાન આપે છે.
બોન્ડ્સ અને નાણાં બજારનાં સાધનો તેમના રોકાણકારોને એટલે કે તમારા મ્યુચ્યુઅલ ફંડને ભવિષ્યમાં નિયમિત વ્યાજની ચુકવણીનું વચન આપે છે, જોકે તેઓ નાણાકીય સંકટ જેવી કેટલીક પરિસ્થિતિઓ હેઠળ આ ફરજો પૂરી કરવામાં નિષ્ફળ જઈ શકે છે. તેથી ડેટ ફંડ્ઝને ઇક્વિટી ફંડ્ઝની તુલનામાં વધુ સ્થિર માનવામાં આવે છે, તેમ છતાં પણ તેઓ કેટલાક જોખમ ધરાવે છે, કારણ કે આ જારી કરનારાઓ સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ જઈ શકે છે અને આ ચુકવણી ફંડના કુલ વળતરનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બનાવે છે.