રોકાણ કરવા માટેનો વધુ સારો વિકલ્પ કયો છેઃ ઇટીએફ કે ઇન્ડેક્સ ફંડ્ઝ?

Video

ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને ઇટીએફ નિષ્ક્રિય રોકાણનાં સાધનો છે, જે અન્ડરલાઇંગ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં રોકાણ કરે છે. ઇન્ડેક્સ ફંડ્ઝ મ્યુચ્યુઅલ ફંડ્ઝની જેમ સંચાલિત થાય છે, જ્યારે ઇટીએફ શેરોની જેમ ટ્રેડ થાય છે. તેથી સમાન નિષ્ક્રિય રોકાણની વ્યુહરચના માટે એકની સામે બીજાની પસંદગી તમારા રોકાણની અગ્રીમતા પર આધાર રાખે છે.

ઇટીએફ ઇન્ટ્રાડે ટ્રેડ્સ, લિમિટ કે સ્ટોપ ઓર્ડર્સ અને શોર્ટ-સેલિંગ માટે યોગ્ય છે, પરંતુ તમે એવા લોકો પૈકીના એક નથી કે જેઓ બજારનાં સમય પર આધાર રાખવા માગતા હોય તો ઇન્ડેક્સ ફંડ્ઝ તમારા માટે છે. વારંવાર થતા સોદા કમિશનનો ખર્ચ વધારી શકે છે અને ઇટીએફમાંથી તમારા વળતરને ઘટાડી શકે છે, જ્યારે બીજી બાજુએ તેઓ ઇન્ડેક્સ ફંડ્ઝની તુલનામાં નીચો ખર્ચ ગુણોત્તર પણ ધરાવે છે. પરંતુ ઇન્ડેક્સ ફંડ્ઝ તમને તમારા નાણાકીય ધ્યેયોને બંધબેસે એવા વિભિન્ન વિકલ્પો આપે છે, જેમ કે લાંબા ગાળાના ધ્યેયો માટે ગ્રોથ વિકલ્પ, જ્યારે નિયમિત આવક માટે ડિવિડન્ડ વિકલ્પ. તમે ઇન્ડેક્સ ફંડમાં એસઆઇપી મારફતે નાની રકમનું નિયમિતપણે રોકાણ પણ કરી શકો છો. તમારે ઇટીએફથી વિપરિત ઇન્ડેક્સ ફંડ્સમાં રોકાણ કરવા માટે ડિમેટ ખાતાની પણ જરૂર નથી.

તે બંને નિષ્ક્રિય રોકાણ મારફતે વ્યાપક બજારમાં એક્સપોઝર ઓફર કરે છે, જ્યારે તેમની વચ્ચે સંચાલકીય તફાવતો અનુકૂળતા માટે નિર્ણાયક પરિબળ બની શકે છે. જેમ કે તમે મુંબઈથી ગોવા સુધી યાત્રા કરવા માગતા હોય ત્યારે તમે ટ્રેન કે ઓવરનાઇટ બસ પસંદ કરી શકો છો. આ બંને તમારા છેવટના ઉદ્દેશ પૂરા પાડે છે, જ્યારે બીજી બાજુએ અનુકૂળતા માટે એક રીતની સામે અન્ય રીતની પસંદગી સાવ વ્યક્તિગત પસંદગી છે.

426