કયા પ્રકારનું ઈક્વિટી ફંડ સૌથી ઓછું જોખમ ધરાવે છે અને કોનું સૌથી વધારે છે?

કયા પ્રકારનું ઈક્વિટી ફંડ સૌથી ઓછું જોખમ ધરાવે છે અને કોનું સૌથી વધારે છે?

મ્યુચ્યુઅલ ફંડ્સ વિવિધ પ્રકારનાં જોખમી પરિબળો ધરાવે છે જેનો આધાર વર્ગીકરણ અને આ રીતે તેના આધારિત પોર્ટફોલિયો પર રહેલો છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઘણા જોખમો ધરાવે છે, પરંતુ સૌથી મહત્ત્વનું જોખમ બજાર જોખમ છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ એક કેટેગરી તરીકે ‘ઊંચું જોખમ ધરાવતી’ રોકાણ પ્રોડક્ટ ગણાય છે. જ્યારે બધા જ ઈક્વિટી ફંડ બજાર જોખમોને આધિન હોય છે, પરંતુ ઈક્વિટી ફંડના પ્રકાર પર આધારિત રહે તે રીતે અલગ અલગ ફંડમાં જોખમનું પ્રમાણ બદલાતું રહે છે.

લાર્જકેપ કંપનીના શેરો જેમ કે સદ્ધર નાણાકીય સ્થિતિ ધરાવતી સુ-સ્થાપિત કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરતા લાર્જકેપ ફંડ્સને ઓછા જોખમી ગણવામાં આવે છે કારણ કે આ સ્ટોકને મિડકેપ અને નાની કંપનીઓના સ્ટોક કરતા વધુ સુરક્ષિત ગણવામાં આવે છે. ઓછા જોખમી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સામાન્ય રીતે સુ-વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે જે લાર્જ-કેપ કેટેગરીમાં તમામ સેક્ટરમાં ફેલાયેલો હોય છે. બ્રોડ-બેઝ્ડ માર્કેટ

વધુ વાંચો