ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન કોણ કરે છે ?

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝનું નિયમન કોણ કરે છે ? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ એ આધુનિક સમયનો રોકાણનો વિકલ્પ છે. માટે, એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને કોણ નિયંત્રિત કરે છે. સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અથવા સેબી (SEBI) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝના તમામ પાસાઓને નિયંત્રિત કરે છે. તેણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને રોકાણકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક નીતિ નિયમો ઘડ્યા છે.

સેબીની સ્થાપના 1988માં થઈ હતી અને તેને કાયદા દ્વારા સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ધારા 1992 શક્તિ પ્રાપ્ત થાય છે. 

મ્યુચ્યુઅલ ફંડને એક ટ્રસ્ટનાં સ્વરૂપમાં સ્થાપવામાં આવે છે, જે પ્રાયોજક, ટ્રસ્ટીઝ, એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) અને કસ્ટોડિયન ધરાવે છે. ટ્રસ્ટની સ્થાપના એક પ્રાયોજક અથવા એકથી વધુ પ્રાયોજકો દ્વારા કરવામાં આવે છે, જે કંપનીના પ્રમોટર જેવા હોય છે. મ્યુચ્યુઅલ ફંડના ટ્રસ્ટીઝ યુનિટધારકોના લાભ માટે તેની સંપત્તિ રાખે છે. સેબી દ્વારા મંજૂરી પ્રાપ્ત એએમસી વિભિન્ન પ્રકારની જામીનગીરીઓમાં

વધુ વાંચો