ગોલ્ડ ઇટીએફ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ઇટીએફ) છે, જે સોનાની સ્થાનિક ભૌતિક કિંમતને ટ્રેક કરે છે. તેઓ નિષ્ક્રિય રોકાણ સાધનો છે, જે સોનાની કિંમત પર આધારિત છે અને તેઓ ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે. ભારતમાં સોનું સામાન્યપણે દાગિનાનાં સ્વરૂપમાં રાખવામાં આવે છે, જેમાં કેટલોક ઘડામણનો અને ઘટનો ઘટક રહેલો હોય છે (જે સામાન્યપણે બિલનાં મૂલ્યથી 10% વધુ હોય છે). ગોલ્ડ ફંડમાં રોકાણ કરવામાં આવે ત્યારે આ ઘટકો દૂર થાય છે.
ગોલ્ડ ઇટીએફ ખરીદવાનો અર્થ એ થાય છે કે તમે સોનાને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ખરીદી રહ્યા છો. તમે જેમ સ્ટોકમાં લે-વેચ કરો છો એ રીતે ગોલ્ડ ઇટીએફને ખરીદી કે વેચી શકો છો. તમે જ્યારે ગોલ્ડ ઇટીએફને રિડિમ કરો ત્યારે તમે ભૌતિક સોનું પ્રાપ્ત કરતા નથી, પરંતુ તેને સમતુલ્ય રોકડ પ્રાપ્ત કરો છો. ગોલ્ડ ઇટીએફમાં લે-વેચ ડિમટીરિયલાઈઝ્ડ એકાઉન્ટ (ડીમેટ) અને દલાલ મારફતે થાય છે, જે
વધુ વાંચો