શું તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારાં નાણાંનું રોકાણ કર્યા પછી તેમના સુધીની પહોંચ ગુમાવી દો એ અંગે ચિંતિત છો? હકીકતમાં, તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે તમારાં નાણાં ઉપાડવાની સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવો છો. ઘણા રોકાણકારો વિચારે છે કે તેમનાં નાણાં બ્લોક થઈ ગયાં છે, કારણ કે તેમણે રિડમ્પશનની કષ્ટદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારાં નાણાં ઉપાડવાં એ તમારી બેંકમાંથી નાણાં ઉપાડવા જેટલું જ સરળ હોઇ શકે છે. તેના માટે તમારે તમારાં મ્યુચ્યુઅલ ફંડ ખાતાંમાં લોગિન થવું પડશે અને “રિડીમ” બટન પર ક્લિક કરવાનું રહેશે.
તમે તમારા વિતરક મારફતે વિનંતી રજૂ કરી શકો છો અથવા મ્યુચ્યુલ ફંડની ઓફિસે જઈને પણ તમારી રિડમ્પશનની વિનંતી રજૂ કરી શકો છો. તમે જે સ્કીમમાં રોકાણ કર્યું છે તેના પ્રકારને આધારે નાણાં તમારાં બેંક ખાતાંમાં 3-4 કાર્ય દિવસોની અંદર જમા થઈ જશે, પછી
વધુ વાંચો