નેશનલ પેન્શન સ્કિમ અથવા NPS 2004માં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નિવૃત્તિ બાદ લાભ પૂરો પાડતી સ્કિમ છે. જ્યારે બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું એક એવું સાધન છે જેમાં સ્ટોક, બોન્ડ અથવા અન્ય સિક્યુરિટીના પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે અને તેની ઉપર પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
NPS વિ. મ્યુચ્યુઅલ ફંડ - બન્ને રોકાણોની સમજ
NPS: નેશનલ પેન્શન સ્કિમ (NPS) ભારત સરકારની સ્વૈચ્છિક પેન્શન સ્કિમ છે જેને ભારતીય નાગરિકોને નિવૃત્તિ બાદ આવક પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કિમનું નિયમન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી કરે છે. તે બજાર-સંલગ્ન પ્રોડક્ટ છે જે રોકાણકર્તાઓને ઇક્વિટી, કોર્પોરેટ ડેટ, ગવર્મેન્ટ ડેટ અને વૈકલ્પિક એસેટ્સનું સંયોજન ધરાવતી વ્યવસ્થામાં રોકાણ કરવાની સુવિધા આપે છે.
NPS મુખ્ય બે જુદા-જુદા પ્રકારના એકાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે, ટીયર-1 અને ટીયર-2. ટીયર-1 એકાઉન્ટ રોકાણકર્તાની 60 વર્ષની ઉંમર સુધી લૉક રહે છે. જ્યારે ટીયર-2 સ્વૈચ્છિક છે અને આ એકાઉન્ટ મેળવવા માટે રોકાણકર્તાએ ટીયર-1 એકાઉન્ટ ધરાવવાની જરૂર રહે છે. ટીયર-1થી વિપરિત, ટીયર-2 એકાઉન્ટમાંથી રોકાણકર્તા કોઇપણ સમયે ફંડ ઉપાડી શકે છે.
નેશનલ પેન્શન સ્કિમ બિનસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત દેશમાં તમામ નાગરિકો માટે ખુલ્લો મુકાયેલો રોકાણ વિકલ્પ છે. તે વૃદ્ધાવસ્થા વખતે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે તૈયાર કરાયેલો રિટાયરમેન્ટ સેવિંગ પ્લાન છે. NPSમાં કરાયેલી ફાળવણી ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટી સહિત બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં વહેંચાઇ જાય છે. જોકે, આ સ્કિમ એક્ટિવ ચોઇસ 1 અને ચોઇસ 2 મારફતે એસેટ એલોકેશનની પસંદગી કરવાની અનુકૂળતા પૂરી પાડે છે..
60 વર્ષની ઉંમરે પહોંચવા પર, NPS એકાઉન્ટ પરિપક્વ થાય છે અને રોકાણકર્તા એકસામટી ચૂકવણી તરીકે પરિપક્વતા મૂલ્યના 60% સુધીનું ફંડ ઉપાડી શકે છે. બાકી વધેલા 40% ફંડનો ઉપયોગ રેગ્યુલર પેન્શન એન્યુટી ખરીદવા માટે કરવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડઃ મ્યુચ્યુઅલ ફંડ વ્યાવસાયિક રીતે સંચાલિત થતું રોકાણ સાધન છે જે સ્ટોક, બોન્ડ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ સહિત વૈવિધ્યપૂર્ણ એસેટ્સ પોર્ટફોલિયો ખરીદવા માટે વિવિધ રોકાણકર્તાઓ પાસેથી નાણા એકત્રિત કરે છે. સરળ શબ્દોમાં, તે એક સંગઠિત રોકાણ સાધન છે, જ્યાં નાણા તેવા રોકાણકર્તાઓ પાસેથી મેળવવામાં આવે છે જે એકસમાન રોકાણ ઉદ્દેશ ધરાવે છે.
એક્ટિવ, પેસિવ, ઇક્વિટી, ફિક્સ ઇન્કમ, બેલેન્સ ફંડ સહિત વિવિધ શ્રેણીના મ્યુચ્યુઅલ ફંડ વૈવિધ્યપૂર્ણ રોકાણ જરૂરિયાતો પૂર્ણ કરે છે. ફંડના દરેક પ્રકાર તેના વિશિષ્ટ ખાસિયતો, સંભવિત વળતર અને સંલગ્ન જોખમો ધરાવે છે. નોંધપાત્ર છે કે મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ લૉક-ઇન પિરિયડ ધરાવતાં ન હોવાથી સારી ફ્લેક્સિબિલિટી મેળવી શકાય છે. આ ફ્લેક્સિબિલિટી રોકાણકારોને તેમના ચોક્કસ નાણાકીય લક્ષ્યાંકો, જોખમ સહન કરવાની ક્ષમતા અને રોકાણ સમયગાળા સાથે તેમના ફંડના વિકલ્પો અનુકૂળ કરવાની સુવિધા આપે છે, જેથી તેઓ એક માહિતીસભર અને વૈયક્તિક રોકાણ નિર્ણયો લઇ શકે છે.
અસ્વીકરણ
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.