ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (એફએમપી), કંઇક અંશે ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી) જેવા જ, પરંતુ બાંધી મુદત (ક્લોઝ એન્ડેડ)ના ડેટ ફંડ છે. જ્યારે એફએમપી ફિક્સ્ડ ડિપૉઝિટથી અલગ હોય છે, કારણ કે તે સ્કીમની મુદત મુજબ પાકતી હોય એવી અને શૅરબજારમાં લે-વેચ કરી શકાય તેવી (માર્કેટેબલ) ડેટ જામીનગીરીઓ જેવી કે સર્ટિફિકેટ ઑફ ડિપૉઝિટ (સીડી), કૉમર્શિયલ પેપર (સીપી), નાણાં બજારનાં અન્ય સાધનો, કૉર્પોરેટ બોન્ડ, પ્રતિષ્ઠિત કંપનીઓના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (એનસીડી) અથવા સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. આ ઉપરાંત, ફિક્સ્ડ ડિપૉઝિટની જેમ, એફએમપીમાં વળતરના દરની કોઇ ખાતરી હોતી નથી
એફએમપી, ફંડની મુદત મુજબ પાકતી જામીનગીરીઓમાં રોકાણ કર્યું હોય તેવા, બાંધી મુદતના (ક્લોઝ એન્ડેડ) પ્લાન હોવાથી, ખુલ્લી મુદતના (ઓપન એન્ડેડ) ડેટ ફંડની સરખામણીમાં, તરલતા ઓછી અને વ્યાજ દરનું જોખમ પણ ઓછું ધરાવે છે. જો તમે ચોક્કસ મુદત માટે થોડા સમય તમારાં નાણાંનું ક્યાંક રોકાણ કરવા માગતા હો તો એફએમપી
વધુ વાંચો