શું તમે ક્યારેય મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેની માહિતી શોધી રહ્યા હોય તે દરમિયાન XYZ મલ્ટિકેપ ફંડ જેવા ફંડના નામોથી અવગત થયા છો અને શું આશ્ચર્ય થયું છે કે આ વધુ લોકપ્રિય લાર્જ-કેપ ફંડ્સથી અલગ કેવી રીતે છે? નામ સૂચવે છે એ પ્રમાણે મલ્ટિકેપ ફંડ લાર્જ, મિડ અને સ્મોલકેપ કંપનીઓમાં રોકાણ કરે છે અને તેથી તેના પોર્ટફોલિયોમાં માર્કેટ કેપ્સમાં વૈવિધ્યતા પૂરી પાડે છે.
સેબીએ ઓક્ટો 2017માં જારી કરેલા અને જૂન 2018થી અમલમાં આવેલા સેબીના પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્ર અનુસાર ઈક્વિટી ફંડ્સને તેઓ તેમના પોર્ટફોલિયોમાં કેવા પ્રકારના સ્ટોક્સ ધરાવે છે તેને આધારે લાર્જકેપ્સ, મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં વર્ગીકૃત કરી શકાય છે. ભારતના વિવિધ શેરબજારોમાં જાહેર રીતે લિસ્ટ થયેલી ઘણી કંપનીઓ છે. લાર્જકેપનો અર્થ સંપૂર્ણ બજાર મૂડીકરણ દ્વારા ભારતમાં જાહેર રીતે લિસ્ટ થયેલી ટોચની 100 કંપનીઓ થાય છે (બજાર મૂડીકરણ = જાહેર રીતે લિસ્ટ થયેલી શેરની
વધુ વાંચો