મ્યુચ્યુઅલ ફંડ્ઝના વિભિન્ન પ્રકાર કયા કયા છે?

Video

વિભિન્ન લોકોની વિભિન્ન જરૂરિયાતો પૂરી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝના વિભિન્ન પ્રકાર ઉપલબ્ધ છે. મોટે ભાગે તેના ત્રણ પ્રકાર હોય છે. 

  1. ઇક્વિટી કે ગ્રોથ ફંડ્ઝ

  • આ મુખ્યત્વે ઇક્વિટિઝમાં રોકાણ કરે છે એટલે કે કંપનીઓના શેરોમાં.
  • પ્રાથમિક ઉદ્દેશ સંપત્તિનું સર્જન કે મૂડીની વૃદ્ધિ હોય છે. 
  • તેઓ ઊંચા વળતરનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે અને તે લાંબા ગાળાનાં રોકાણ માટે શ્રેષ્ઠ હોય છે.
  • ઉદાહરણ તરીકે
    • “લાર્જ કેપ” ફંડ્ઝ જે મુખ્યત્વે એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેઓ મોટા સ્થાપિત કારોબાર ચલાવે છે.
    • “મિડ કેપ” ફંડ્ઝ, જેઓ મધ્યમ-કદની કંપનીઓમાં રોકાણ કરે છે.
    • “સ્મોલ કેપ” ફંડ્ઝ જેઓ નાના કદની કંપનીઓમાં રોકાણ કરે છે.
    • “મલ્ટિ-કેપ” ફંડ્ઝ જેઓ મોટી, મધ્યમ અને નાના કદની કંપનીઓનાં મિશ્રણમાં રોકાણ કરે છે.
    • “સેક્ટર” ફંડ્ઝ જેઓ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે એક પ્રકારના કારોબાર સાથે સંબંધ ધરાવે છે. દા.ત. ટેકનોલોજી ફંડ્ઝ જેઓ માત્ર ટેકનોલોજી કંપનીઓમાં રોકાણ કરે છે. 
    • “થિમેટિક” ફંડ્ઝ જેઓ સામાન્ય થીમમાં રોકાણ કરે છે. દા.ત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્ઝ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં વૃદ્ધિથી લાભ થશે. 
    • ટેક્સ-સેવિંગ ફંડ્ઝ
  1. ઇન્કમ કે બોન્ડ કે ફિક્સ્ડ ઇન્કમ ફંડ્ઝ

  • તેઓ નિશ્ચિત આવકની જામીનગીરીઓ જેવી કે સરકારી જામીનગીરીઓ કે બોન્ડ્સ, કોમર્શિયલ પેપર્સ, ડિબેન્ચર્સ, બેંક સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ અને નાણાં બજારનાં સાધનો જેવા કે ટ્રેઝરી બિલ્સ, કોમર્શિયલ પેપર વગેરેમાં રોકાણ કરે છે. 
  • આ તુલનાત્મક રીતે સુરક્ષિત રોકાણ છે અને  આવકનાં સર્જન માટે યોગ્ય પણ છે. 
  • તેના ઉદાહરણ લિક્વિડ, ટૂંકી અવધિ, ફ્લોટિંગ રેટ, કોર્પોરેટ ડેટ, ડાયનામિક બોન્ડ, ગિલ્ટ ફંડ્ઝ વગેરે છે.
  1. હાઇબ્રિડ ફંડ્ઝ

  • આ ઇક્વિટીઝ અને નિશ્ચિત આવકમાં રોકાણ કરે છે, તેથી તે વૃદ્ધિની સંભાવના તેમ જ આવકનાં સર્જન એમ બંને શ્રેષ્ઠ રીતે ઓફર કરે છે.
  • ઉદાહરણ તરીકે એગ્રેસિવ બેલેન્સ્ડ ફંડ્ઝ, કન્ઝર્વેટિવ બેલેન્સ્ડ ફંડ્ઝ, પેન્શન પ્લાન્સ, ચાઇલ્ડ પ્લાન્સ અને મંથલિ ઇન્કમ પ્લાન્સ વગેરે.
425

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??