તમે ક્યારેક મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી એકત્ર કરતી વખતે RST બ્લુચીપ ફંડ અથવા XYZ લાર્જકેપ ફંડ જેવા નામો, તેમના પ્રદર્શન, NAVs અને રેન્કિંગ વિશે સાંભળ્યું હશે. ફંડનાં નામ ‘બ્લુચીપ ફંડ’ અને ‘લાર્જકેપ ફંડ’નો પરસ્પર ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે બંનેનો સંદર્ભ શેરબજારોમાં લિસ્ટેડ લાર્જકેપ કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરતા હોય એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથેનો છે.
જો સેબીએ ઓક્ટોબર 2017માં જારી કરેલા અને જૂન 2018થી અમલમાં આવેલા પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્રને જોશો તો તેમાં ઈક્વિટી ફંડ વર્ગ હેઠળ બ્લુચીપ ફંડ્સનો કોઈ ઉલ્લેખ નથી. તો શું આનો અર્થ એ થાય છે કે આપણી પાસે અત્યારે કોઈ બ્લુચીપ ફંડ્સ જ નથી ? ના, આનો અર્થ એ થાય છે કે નામ જે કોઇ પણ હોય, પરંતુ જ્યાં સુધી આ ફંડ બજાર મૂડીકરણની દૃષ્ટિએ ટોચની 100 કંપનીમાં રોકાણ કરતો હોય ત્યાં સુધી તેને લાર્જ-કેપ
વધુ વાંચો