જો તમે સ્ટોક્સમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા હોય, પરંતુ તમારા પોર્ટફોલિયો માટે યોગ્ય હોય એવા સ્ટોક્સ પસંદ કરવાનો તમારી પાસે સમય અને સંશોધન ક્ષમતા ન હોય તો ઇટીએફ શ્રેષ્ઠ વિકલ્પ છે ! ઇટીએફ તમને તરલતા સાથે સમાધાન કર્યા વિના વ્યક્તિગત સ્ટોક્સમાં રોકાણ કરવાને સ્થાને ઘણી વધુ સરળતા સાથે શેરબજારમાં તમારી સહભાગિતામાં મદદ કરે છે. તેઓ સ્ટોકમાં સીધા રોકાણ કરવાની તુલનામાં નીચા ખર્ચે શ્રેષ્ઠ વૈવિધ્યતા ઓફર કરે છે.
ઇટીએફ કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ શેરબજાર પર લિસ્ટ થયેલા મ્યુચ્યુઅલ ફંડનો પ્રકાર છે અને તેને એક્સચેન્જ પર અન્ય કોઇ લિસ્ટ થયેલા સ્ટોકની જેમ વાસ્તવિક સમયમાં ટ્રેડ કરી શકાય છે. ઇટીએફ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર હોવાથી તેમનો પોર્ટફોલિયો જામીનગીરીઓનું બાસ્કેટ ધરાવે છે જે બજાર ઇન્ડાઇસિસની સંરચનાને પ્રતિબિંબિત કરે છે. તેથી થોડા સ્ટોક્સ પસંદ કરવા માટે સંશોધન કરવામાં તમારા સમય અને ઊર્જાનો ખર્ચ કર્યા વિના
વધુ વાંચો