શું મારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર નહીં પડે?

શું મારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર નહીં પડે? zoom-icon

લોકો એવું વિચારતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ્ઝ ભદ્ર વર્ગનું રોકાણ છે અને તે માત્ર સમૃદ્ધ લોકો દ્વારા કરવામાં આવે છે. હકીકત એ છે કેઃ વ્યક્તિને મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર હોતી નથી, તમે કયા પ્રકારનું ફંડ પસંદ કરો છો તેને આધારે ઓછામાં ઓછી રૂ. 500ની કે રૂ. 5000ની રકમથી શરૂ કરી શકો છો. 

લઘુત્તમ રકમ આટલી ઓછી શા માટે રાખવામાં આવે છે?

 જો આપણે વિમાનથી થતી મુસાફરી પર ધ્યાન આપીએ તો ઇકોનોમી ઓફ સ્કેલને (બચત) સરળતાથી સમજી શકાય છે. વિમાનની કિંમત ઘણી બધી હોય છે, તેથી સ્વાભાવિક છે કે દરેક લોકો તેને ખરીદી શકે નહીં! જોકે આપણને વિમાનની મુસાફરીનો ખર્ચ પરવડી શકે છે, કારણ કે વિવિધ સમય બિંદુ પર સેવાઓનો ઉપયોગથી થતા તમામ ખર્ચને તમામ પ્રવાસીઓમાં વિભાજિત કરવામાં આવે છે. 

આ જ પ્રમાણે વ્યક્તિ પાસે મોટી સંખ્યાના રોકાણનાં સ્થળોમાં રોકાણ મારફતે વૈવિધ્યસભર પોર્ટફોલિયોનું સર્જન કરવા માટે પૂરતા નાણાં ન પણ હોઇ શકે, વ્યક્તિ પાસે રોકાણ અંગેનું સંશોધન હાથ ધરવા કે તેને ખરીદવા માટે આવશ્યક પૂરતા નાણાં ન પણ હોઇ શકે. જોકે ઇકોનોમી ઓફ સ્કેલ નાના રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ્ઝ મારફતે બહુવિધ લાભ મેળવવા સક્ષમ બનાવે છે. 

તેથી નાના રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝ બચત અને રોકાણ માટેનું આદર્શ સાધન છે.

427