મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કેપિટલ ગેઇન્સ ટેક્સને આધિન હોય છે. તે આપણા મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને રિડિમ કે વેચાણ કરતી વખતે આપણે થતા નફા પર ચુકવવાના હોય છે. લાભ એ વેચાણ તારીખના રોજ સ્કિમની નેટ એસેટ વેલ્યુ (એનએવી) અને ખરીદ તારીખના રોજની એનએવી વચ્ચેનો તફાવત છે (વેચાણકિંમત – ખરીદકિંમત). કેપિટલ ગેઇન્સ ટેક્સને હોલ્ડિંગની અવધિને આધારે વધુ વર્ગીકૃત્ત કરવામાં આવે છે. ઇક્વિટી ફંડ્ઝ માટે (ઇક્વિટી એક્સપોઝર ધરાવતા ફંડ્ઝ >= 65%) એક વર્ષ કે તેથી વધુની હોલ્ડિંગ અવધિને લાંબો ગાળો ગણવામાં આવે છે અને તે લાંગા ગાળાના કેપિટલ ગેઇન્સ (એલટીસીજી) ટેક્સને આધિન હોય છે.
જો નાણાકીય વર્ષમાં એકત્રિત મૂડી લાભ રૂ. 1 લાખ કરતા વધુ થાય તો 10%નો એલટીસીજી ટેક્સ ઇક્વિટી ફંડ્ઝ પર લાગુ થવા પાત્ર હોય છે. નાણાકીય યોજના બનાવતી વખતે યાદ રાખો કે તમારો લાભ રૂ. 1 લાખ સુધી કરમુક્ત રહે
વધુ વાંચો