ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ શું છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો દ્વારા કરાયેલા નફામાંથી ચૂકવાતું ડિવિડન્ડ સંપૂર્ણપણે સ્કીમના પોર્ટફોલિયોને લગતી રોકાણ પ્રવૃત્તિઓમાંથી જ મળે છે અને તે ટ્રસ્ટીઓની મુનસફીને આધિન રહે છે. બજાર તૂટે ત્યારે આ સ્કીમ ખોટ કરે તો ટ્રસ્ટીઓ ડિવિડન્ડ ચૂકવણીની જાહેરાત કરવાનું પડતું મૂકવાનો પણ નિર્ણય લઇ શકે છે. ડિવિડન્ડ એ નફો અથવા આવક છે, માટે તેને કરપાત્ર ગણાય છે અને ડિવિડન્ડ પર લાગુ પડતા કરને ડિવિડન્ડ વિતરણ કર (DDT) કહેવાય છે. અગાઉ, ડિવિડન્ડ એટ સોર્સ કરપાત્ર ગણાતું હતું એટલે કે સ્કીમે તેનું રોકાણકારોમાં વિતરણ કરતા પહેલાં DDT ચૂકવવો પડતો હતો. આનાથી ચોક્કસપણે ડિવિડન્ડની ચૂકવણીની રકમ ઘટી હતી, પરંતુ રોકાણકારોના હાથમાં આવતી રકમ કરમુક્ત રહેતી હતી.

01 એપ્રિલ, 2020ની અસરથી DDT નાબૂદ કરી દેવાયો છે અને મ્યુચ્યુઅલ ફંડો ડિવિડન્ડને રોકાણકારોના હાથમાં કરપાત્ર કરી દેવાયું છે. હવે ડિવિડન્ડની આવકને અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયેલી આવક તરીકે ગણાય છે અને રોકાણકારોએ તેમના વ્યક્તિગત

વધુ વાંચો