જ્યારે તમે તમારા નાણાંનું રોકાણ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)માં કરો ત્યારે બેંક તમને બદલામાં નિશ્ચિત વ્યાજ ચુકવવાનું વચન આપે છે. અહીં તમે બેંકને નાણાં ઉછિના આપો છો અને બેંક તમારા નાણાંની ઋણ લેનાર હોય છે, જે તમને સમયાંત્તરે નિશ્ચિત વ્યાજની ચુકવણી કરે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્ઝ સરકારી બોન્ડ્સ, કંપની બોન્ડ્સ, નાણાં બજારનાં સાધનો જેવી ડેટ જામીનગીરીઓમાં રોકાણ કરે છે. વીજ કંપનીઓ જેવી કોર્પોરેટ્સ, બેંકો, હોમ ફાયનાન્સ કંપનીઓ અને સરકાર દ્વારા બોન્ડ્સ જારી કરવામાં આવે છે. આ બોન્ડ્સ જારી કરનાર તેમના રોકાણકારને (જેમણે તેમના બોન્ડ્સ ખરીદ્યા હોય તેઓ) બોન્ડ્સમાં પોતાના નાણાંનાં કરેલા રોકાણના બદલામાં સમયાંત્તરે વ્યાજની ચુકવણી કરાવનું વચન આપે છે
બોન્ડ જારી કરનાર આપણા એફડીના ઉદાહરણમાં બેંકની (ઋણ લેનાર) જેમ રોકાણકાર પાસેથી નાણાં ઉછિના લે છે અને સમયાંત્તરે વ્યાજની ચુકવણી કરાવનું વચન આપે છે. તમે બેંક એફડીમાં રોકાણકાર છો, જ્યારે બીજી બાજુએ ડેટ ફંડ્ઝ આ બોન્ડ્સમાં રોકાણકાર હોય છે. જેમ તમે એફડીમાંથી વ્યાજ કમાવો છો તેમ ડેટ ફંડ્ઝ તેમના બોન્ડનાં પોર્ટફોલિયોમાંથી સમયાંત્તરે વ્યાજની કમાણી કરે છે. એફડીમાંથી જેમ સુનિશ્ચિત વ્યાજ હોય તેનાથી વિપરિત આ બોન્ડ્સમાંથી નિશ્ચિત આવકના ડેટ ફંડ્ઝને સમયાંત્તરે વ્યાજની થતી ચુકવણી કોઇ બાંયધરી વિના નિશ્ચિત કે અસ્થાયી હોય છે. જ્યારે તેઓ તેમના પોર્ટફોલિયોમાંથી બોન્ડ્સનું વેચાણ કરે ત્યારે તેમને મૂળ રકમ પાછી મળી જાય છે. તમે જ્યારે ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ત્યારે તમે પરોક્ષ રીતે તેના બોન્ડ પોર્ટફોલિયોમાં રોકાણ કરો છો, જેનાથી વિભિન્ન બોન્ડ જારી કરનારાઓમાં જોખમ વહેંચાઇ જાય છે. તમને આવા જોખમનાં વૈવિધ્યકરણથી લાભ થાય છે.