SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની શિસ્તબદ્ધ રીત છે. આ પ્લાનમાં, રોકાણકાર (પોતાની પસંદગીની) મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં નિશ્ચિત અંતરાયે (દૈનિક, સાપ્તાહિક, માસિક અથવા ત્રિમાસિક) એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે. SIPની સાથે, રોકાણકારે એક રકમની પસંદગી કરીને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા ઓફર કરાતી SIP તારીખ પસંદ કરવાની રહે છે.
તમારે એ નોંધવું રહ્યું કે, SIP એ રોકાણ પ્રોડક્ટ નહીં, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં રોકાણ માટેની એક રીત છે, જેમાં SIPની લઘુતમ રકમ રૂ. 500થી શરૂ થાય છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણની અન્ય પદ્ધતિ છે લમ્પસમ દ્વારા, કે જેમાં તમે માત્ર એક જ વારમાં મોટી રકમ રોકતા હોવ છો.
આદર્શ રીતે, SIP તરીકે રોકાણ કરવા માટેની રકમને નક્કી કરવી એ પહેલું પગલું છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના નાણાકીય ધ્યેયોને નિર્ધારિત કરીને તેમાં પ્રાથમિકતા નિર્ધારિત કરવાની રહે છે. તમારા ધ્યેયોને
વધુ વાંચો