શું જુદા જુદા પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ જુદા જુદા પ્રકારનાં વળતર ઓફર કરે છે ?
“વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શા માટે કરવું જોઇએ ? આપણે ઘણા મ્યુચ્યુઅલ ફંડ્ઝના નબળા દેખાવ અંગે સાંભળતા હોઇએ છીએ. અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ કોઇ બાંયધરી આપતા નથી. આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને શું એવું કોઇ કારણ છે જેને લીધે વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાનું ધ્યાનમાં લેવું જોઇએ? શું તેઓ દેખાવ કરશે?”
જુઓ, આ જ પ્રશ્ન જુદી જુદી રીતે મ્યુચ્યુઅલ ફંડના પ્રવર્તમાન તેમ જ સંભવિત ગ્રાહકો દ્વારા પૂછવામાં આવતો હોય છે.
જ્યારે બીજી બાજુએ આ પ્રશ્ન ઘણા કિસ્સાઓમાં સમાન હોઇ શકે છે, પરંતુ પ્રશ્નનું મૂળ, આવો પ્રશ્ન કેમ ઉદભવ્યો તેનું કારણ વિવિધ વ્યક્તિઓમાં ઘણું અલગ હોઇ શકે છે.
આવા કિસ્સાઓ પૈકીના એકમાં રોકાણકારે એવો વિચાર કર્યો હતો કે તેમણે જે સ્કિમમાં રોકાણ કર્યું હતું તે સ્કિમ તેમણે અપેક્ષા રાખી હતી એટલું રોકાણનું વળતર આપતી નહોતી. જોકે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે રોકાણકાર બે સંપૂર્ણપણે અલગ સ્કિમ્સની તુલના કરી રહ્યા હતા. આ સફરજનને નારંગી સાથે સરખાવવા જેવું છે – આ યોગ્ય અભિગમ નથી.
અન્ય કિસ્સામાં રોકાણકારે એક સ્કિમમાં રોકાણ કર્યું હતું, જેમાં એકંદર બજાર અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું હતું. જ્યારે કોઇ વ્યક્તિ ટ્રાફિક જામમાં ફસાઇ જાય ત્યારે ભલે પછી શ્રેષ્ઠ ડ્રાઇવર હોય કે શ્રેષ્ઠ કાર આવી સ્થિતિમાં ઝડપ વધારી શકાતી નથી. જ્યારે એકંદર બજાર સારું ન હોય ત્યારે આવું જ બને છે. આવા કિસ્સામાં ટ્રાફિક જામના કિસ્સાની જેમ વ્યક્તિએ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રાહ જોવી પડે છે.
મોટા ભાગની પરિસ્થિતિઓમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝ સારો દેખાવ કરતા નથી એવું સમજી લેવામાં આવે છે, પણ તેને જોવાની રીત અયોગ્ય હોઇ શકે છે.