જો તમે વિચારતા હો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઘણું વહેલું કે મોડું છે તો નિશ્ચિંત રહો, રોકાણ શરૂ કરવાની યોગ્ય વય હકીકતમાં તમે રોકાણ કરવાનો જે ક્ષણે નિર્ણય કરો તે જ છે. પરંતુ જેટલું તમે વહેલું રોકાણ શરૂ કરશો તેટલું તમારા માટે સારું ગણાશે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ ચક્રવૃદ્ધિની શક્તિ મારફતે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં મદદ કરે છે.
તમારા રોકાણ પર ચક્રવૃદ્ધિની શક્તિનો જાદુ કાર્ય કરે તે માટે તમારે તમારી કારકિર્દીના આરંભમાં શરૂઆત કરવી જોઇએ. હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડમાં જોડાવાનો આદર્શ સમય તમે જ્યારથી કમાવાની શરૂઆત કરો તે દિવસ છે. જો તમે તમારી માસિક આવકમાંથી થોડી બચત કરી શકો અને એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં તેનું રોકાણ કરો તો તમે તમારાં નાણાંને વૃદ્ધિ પામવા માટે પૂરતો સમય આપી રહ્યા છો. તમે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ભવિષ્યમાં આવાં શિસ્તબદ્ધ રોકાણના અભિગમનો
વધુ વાંચો