ઇન્ડેક્સ ફંડ્ઝ અન્ય મ્યુચ્યુઅલ ફંડ્ઝ કરતા કેવી રીતે અલગ હોય છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને ઇન્ડેક્સ ફંડ્ઝ ઘણા સ્ટોક્સની અંદર રોકાણ કરીને વૈવિધ્યતા પૂરી પાડે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ તેમના જણાવેલા રોકાણ ઉદ્દેશને સુસંગત વળતરનું સર્જન કરવા માટે સ્ટોક્સ પસંદ કરવાની લવચિકતા ધરાવે છે, જ્યારે ઇન્ડેક્સ ફંડ્ઝ વિશેષ ઇન્ડેક્સને ટ્રેક કરે છે. તેથી ઇન્ડેક્સ ફંડ્ઝ ઇન્ડેક્સમાં સામેલ હોય એવા સ્ટોક્સમાં રોકાણ કરે છે. ઇન્ડેક્સ ફંડ્ઝ પોતાના પોર્ટફોલિયો માટે સ્ટોક્સ પસંદ કરવામાં પ્રવૃત્ત નિર્ણય લેતા નથી અને તેથી તેમને નિષ્ક્રિય રીતે સંચાલિત ફંડ્ઝ તરીકે ઓળખવામાં આવે છે.

ઇન્ડેક્સ ફંડ્ઝ બજારનાં સરેરાશ વળતરનું સર્જન કરવાનું વલણ ધરાવે છે, જ્યારે પ્રવૃત્ત રીતે સંચાલિત મ્યુચ્યુઅલ ફંડ્ઝ પોતાના પોર્ટફોલિયો માટે સ્ટોકની પસંદગી અંગે પ્રવૃત્ત નિર્ણય લઈને આલ્ફા (તેમના બેન્ચમાર્ક વળતરથી વધુ વળતર)નું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઇન્ડેક્સને અનુસરતા અને ઇન્ડેક્સ સાથે સિન્ક થયેલા વળતરનું સર્જન કરતા ઇન્ડેક્સ ફંડ્ઝની તુલનામાં અપેક્ષિત ઊંચા વળતર ઊંચા જોખમ પર પ્રાપ્ત થાય છે.

પ્રવૃત્તપણે

વધુ વાંચો