તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને રીબેલેન્સ કેવી રીતે કરવો?

તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને રીબેલેન્સ કેવી રીતે કરવો?

વર્ષો સુધી રોકાણ કર્યા પછી તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને ક્યારે અને કેવી રીતે રીબેલેન્સ કરવો એ તમારી આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રીબેલેન્સ કરવાથી એ વાતની ખાતરી કરી શકાય છે કે, તમારું રોકાણ તમારા લક્ષ્યો અને તમારી જોખમ લેવાની ક્ષમતાની સાથે સુસંગત જળવાઈ રહે, અણધાર્યા માર્કેટમાં પણ. 

રીબેલેન્સિંગ એટલે તમારી ઇચ્છા મુજબની એસેટ્સની ફાળવણીને જાળવી રાખવા માટે એસેટ્સને ખરીદવું અને વેચવું. તે જોખમને ઘટાડવામાં અને સમયાંતરે તમારા પોર્ટફોલિયોને તમારી રોકાણની વ્યૂહરચનાની સાથે સુસંગત રાખવામાં મદદરૂપ થાય છે. 

તમારા રોકાણને રીબેલેન્સિંગ કરવું એ જોખમનું નિયમન કરવાનો એક સ્માર્ટ રસ્તો છે, ખાસ કરીને માર્કેટ જ્યારે અણધારી રીતે વર્તી રહ્યું હોય. તે તમારા પોર્ટફોલિયોને નિયંત્રણમાં અને તમે કેટલું જોખમ લઈ શકો છો, તેની સાથે સુસંગત રાખે છે. નિયમિતપણે રીબેલેન્સિંગ કરવાથી તમે એ વાતની ખાતરી કરો છો કે, તમારું રોકાણ તમારા નાણાકીય લક્ષ્યો હાંસલ કરવાની યોગ્ય દિશામાં રહે અને સમયની સાથે તમે દિશા ભટકી જાઓ નહીં. જો તમારી રોકાણની વ્યૂહરચના અથવા તો તમારી જોખમ લેવાની ક્ષમતામાં ફેરફાર થાય તો, રીબેલેન્સિંગ તમને તમારી આ નવી યોજનાને અનુરૂપ તમારા પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની સુવિધા પૂરી પાડે છે.    

હું રોકાણ કરવા માટે તૈયાર છું