1 એપ્રિલ, 2021થી શરૂ કરીને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ ડિવિડન્ડ વિકલ્પનું નામ બદલીને IDCW વિકલ્પ કર્યું છે. IDCWનું પૂરું નામ ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ છે. આ વિકલ્પમાં તમારી મૂડી અને આ પ્લાન/ન્સ હેઠળ કમાવવામાં આવેલી આવકના કેટલાક હિસ્સાને તમને પરત આપવાનો સમાવેશ થાય છે, જે મૂળભૂત રીતે તમને તમારા રોકાણનો એક હિસ્સો પરત કરે છે.
અહીં જાણો, ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલ (IDCW) પ્લાન કેવી રીતે કામ કરે છે:
આવકનું વિતરણઃ જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં વિતરણ કરી શકાય તેવી વધારાની રકમ હોય ત્યારે તે તેનું ફરીથી રોકાણ કરે છે અથવા તો રોકાણકારોમાં તેનું વિતરણ કરે છે.
IDCW: જ્યારે પણ વિતરિત કરી શકાય તેવી વધારાની રકમને વિતરિત કરવામાં આવે છે ત્યારે તેમાં આવકના વિતરણ અને મૂડીના વિતરણ એમ બંનેનો સમાવેશ થાય છે તથા તે રોકાણકારો દ્વારા ફંડમાં જાળવી રાખવામાં આવેલા યુનિટો પર આધારિત હોય છે.