કોઈ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શન પર કેવી રીતે નજર રાખી શકાઈ?

કોઈ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શન પર કેવી રીતે નજર રાખી શકાઈ? zoom-icon

આ ડિજિટલ અને માહિતીના યુગમાં રોકાણ અને પોર્ટફોલિયોના દેખાવનો ટ્રેક રાખવો તુલનાત્મક રીતે સરળ બન્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરો અથવા રોકાણ સલાહકારો જેવા નાણાકીય નિષ્ણાતો તમારી આ નાણાકીય સફરમાં એવા સાથી છે જેનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે, તેથી રોકાણ કરનારા પોતાના રોકાણો વિશે થોડું જ્ઞાન ધરાવે તે પ્રશંસનીય છે. ચિંતા કરશો નહીં, તમારે જટીલ સ્પ્રેડ -શીટ્સ અને ગ્રાફ્સ લઈને બેસવાની જરૂર નથી.

સલાહકાર અથવા મધ્યસ્થી મારફતે જેમણે રોકાણ કર્યું હોય તેઓ સામાન્યપણે પોર્ટફોલિયો અને સ્કિમના દેખાવનો ટ્રેક કરતા અપડેટ્સ અને રિવ્યુ સ્ટેટમેન્ટ્સ મેળવે છે. આવા સ્ટેટમેન્ટ્સની ગેરહાજરીમાં પણ સ્કિમના દેખાવનો ટ્રેક રાખતી કેટલીક વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સ ઉપલબ્ધ છે. વિશેષ પોર્ટફોલિયોને ટ્રેક કરવા માટે કેટલીક આવી સાઇટ્સને કસ્ટમાઇઝ્ડ કરી શકાય છે. લોકપ્રિય બિઝનેસ પેપર્સ પણ મ્યુચ્યુઅલ ફંડ્ઝ અંગે નિયમિતપણે સમીક્ષા અને ટિપ્પણી કરે છે.

આ ઉપરાંત તમે ફંડ ફેક્ટ શીટનો ઉપયોગ કરીને તમારા રોકાણને ટ્રેક કરી શકો છો. આ સ્કિમના દેખાવ અને પોર્ટફોલિયોની ઘોષણા પર વિશેષ ભાર આપતો પાયારૂપ એક પાનાનો દસ્તાવેજ છે, જે મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ પર દેખરેખ રાખે છે અને તે દર મહિને દરેક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પ્રકાશિત થાય છે. આ રિપોર્ટ કાર્ડ જેવું છે, જે સ્કિમની સ્થિતિનો સંકેત આપે છે.

ડાબી બાજુએ આપેલા ઇન્ફોગ્રાફિક તમને બતાવે છે કે ફેક્ટ શીટમાં શું હોય છે તે.

430

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??