નરેન્દ્ર પોતાના સ્વપ્નના ઘર માટે ડાઉન પેમેન્ટ કરવા માટે પૂરતા નાણાં એકત્રિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેમણે થોડી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં એસઆઇપી શરૂ કરી હતી. જોકે તેમણે નાણાં થોડાક ઓછા પડી રહ્યા હતા તેમ છતાં પણ તેઓ તેમણે જે કંઈ એકત્રિત કર્યું હતું તેનાથી અનુકૂળ હતા.
જ્યારે તેમની કંપનીએ સ્ટાર કર્મચારીઓ માટે કેશ રિવોર્ડની જાહેરાત કરી ત્યારે તેમને સુખદ સરપ્રાઇઝ મળ્યું હતું અને તેઓ આ સ્ટાર કર્મચારીઓ પૈકીના એક હતા.
ઘરની ખરીદી માટે થોડો સમય લાગવાનો હતો, પણ કેટલો તેના વિશે તેઓ નિશ્ચિત નહોતા. ચુકવણીને એક સમયગાળા માટે પણ આયોજિત કરી શકાય છે.
તેઓ નાણાંનું શું કરી શકે છે ?
જ્યારે ટૂંકા ગાળામાં નાણાંની જરૂર હોય ત્યારે કોઈ લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સને ધ્યાનમાં લઈ શકાય છે કારણ કે તે ટૂંકા અને અનિશ્ચિત સમયગાળા માટે યોગ્ય હોય છે. તે જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે આંશિક નાણાંનો કે સમગ્ર નાણાંનો ઉપાડ કરવાની લવચિકતા પણ આપે છે.
તેથી લાંબા ગાળા અને ટૂંકા ગાળાના ધ્યેયો બંને માટે ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સ ઉપલબ્ધ છે.