તમે નવો કારોબાર શરૂ કરનાર તમારા મિત્રને 8%ના દરે રૂ. 5 લાખ ઉછિના આપ્યા છે (જે બેંકના 7%ના દર કરતા ઊંચું છે). તમે તેને વર્ષોથી જાણો છો તેમ છતાં પણ તમારી સામે જોખમ છે કે તે તમારા નાણાં સમયસર પરત ન પણ કરી શકે કે પાછા ન પણ આપે. બેંકનો દર વધીને 8.5% થઈ શકે છે અને તમે 8%માં અટવાઇ જાઓ છો.
આ જ પ્રમાણે ડેટ ફંડ્ઝ તમારા નાણાંનું રોકાણ વ્યાજનો ભાર વેઠતી જામીનગીરીઓ જેવી કે બોન્ડ્ઝ અને નાણાં બજારનાં સાધનોમાં કરે છે. આ જામીનગીરીઓ આવા ફંડ્ઝને નિયમિતપણે વ્યાજની ચુકવણી કરવાનું વચન આપે છે. તેથી ડેટ ફંડ્ઝ પણ તમે તમારા મિત્રોને નાણાં ઉછિના આપો ત્યારે તેમાં રહેલા જોખમની જેમ ત્રણ મુખ્ય જોખમો ધરાવે છે.
- પ્રથમ આ ફંડ્ઝ વ્યાજ વેઠતી જામીનગીરીઓમાં રોકાણ કરે છે તેથી તેમની એનએવી વ્યાજદરમાં ફેરફાર થાય તેની સાથે વધઘટ થાય છે (વ્યાજદરનું જોખમ). આ ફંડ્ઝની કિંમતો જ્યારે વ્યાજ વધે ત્યારે ઘટે છે અને જ્યારે ઘટે ત્યારે વધે છે.
- બીજું એ કે આ ફંડ્ઝ ક્રેડિટ જોખમને આધિન હોય છે એટલે કે તેમણે જેમાં રોકાણ કર્યું હોય એવી અન્ડરલાઇંગ જામીનગીરીઓ (દા.ત. બોન્ડ્સ)માંથી નિયમિત આવક પ્રાપ્ત નહીં કરવાનું જોખમ.
- સાવ ખરાબ પરિસ્થિતિમાં આ ફંડ્ઝ ડિફોલ્ટ જોખમનો પણ સામનો કરી શકે છે, જેમાં બોન્ડ જારી કરનાર વચન આપેલા વ્યાજ ચુકવવામાં નિષ્ફળ જાય છે. ડેટ ફંડ્ઝના અન્ડરલાઇંગ પોર્ટફોલિયોમાં બોન્ડ તેની ચુકવણીમાં ડિફોલ્ટ થાય છે ત્યારે ફંડનો વ્યાજની આવકનો ઘટક અસર પામે છે, તેથી તે ફંડમાંથી તમારા કુલ વળતરને વિપરિત અસર કરે છે.
426