હા, રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્ઝ “માં” નહીં, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્ઝ “મારફતે” કરાયે છે. તફાવત શું છે ?
તમે ક્યારેક જ શેરો અને બોન્ડ્ઝની ખરીદી અને વેચાણમાં સામેલ હોઇ શકો છો, પરંતુ તમારા રોકાણને સંચાલિત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્ઝની મદદ લેવી એ વધુ સારો વિચાર હોઇ શકે છે.
તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્ઝ મારફતે રોકાણ કરો ત્યારે તમે વ્યાવસાયિક મેનેજર્સની મદદથી પરોક્ષ રીતે શેરો, બોન્ડ્ઝ કે અન્ય રોકાણમાં રોકાણ કરો છો. તમારી જાતે કામ કરો તેને સ્થાને તમે થોડી ફી ચુકવો છો અને ફંડ મેનેજમેન્ટ કંપનીની સેવા મેળવો છો. આ સેવાઓમાં વિવિધ રોકાણનાં સંશોધન, પસંદગી અને ખરીદ-વેચ કે જેમાં ફંડ મેનેજર્સ સારી લાયકાત ધરાવતા હોય છે માત્ર તે જ નહીં, પરંતુ રોકાણને લગતી હિસાબી અને વહીવટી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે, જે કદાચ ઘણા લોકોને જાતે કરવાનું પસંદ નથી.
427