તમને આશ્ચર્ય થતું હોય કે આ વળી મલ્ટિ કેપ અને ફ્લેક્સી કેપ એટલે શું, તો તમે ઓક્ટોબર 2017માં જારી કરેલો અને જૂન 2018થી અમલી બનેલો સેબીનો પ્રોડક્ટ કેટેગરાઈઝેશન પરિપત્ર જોઈ શકો છો. આ પરિપત્ર હેઠળ મલ્ટિકેપ ફંડ્સને તેમની 65% અસ્ક્યામતોનું લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સની ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવાની અનુમતિ આપી છે. સપ્ટેમ્બર 2020માં, સેબીએ મલ્ટિકેપ ફંડ્સને લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ઓછામાં ઓછું 25% રોકણ જાળવવાનો આદેશ આપ્યો છે જેનો ઉદ્દેશ મલ્ટિકેપ ફંડ રોકાણકારોને વધુ સારું વૈવિધ્ય પૂરું પાડવાનો છે. જો કે, આનાથી તેની દૂરદૃષ્ટિના આધારે તકોનો લાભ લેવાની ફંડ મેનેજરની ક્ષમતા મર્યાદિત થઈ જાય છે કારણ કે ઘણી વાર કોઈ ચોક્કસ સેગમેન્ટનો ભાર હળવો કરવો જરૂરી બની જાય છે જેની પાસેથી નબળા પ્રદર્શનની અપેક્ષા હોય છે અને તેનો મતલબ એ થયો કે લઘુતમ 25%
વધુ વાંચો