જો હું વહેલા વિડ્રો (નાણાં ઊપાડ) કરવાનું પસંદ કરું તો શું મને પેનલ્ટી (દંડ) લાગશે?

જો હું વહેલા વિડ્રો (નાણાં ઊપાડ) કરવાનું પસંદ કરું તો શું મને પેનલ્ટી (દંડ) લાગશે?

દરેક ઓપન એન્ડેડ સ્કિમ લગભગ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે તરલતા પૂરી પાડે છે એટલે કે રિડિમ્પશનના સમય કે પ્રમાણ પર કોઇ નિયંત્રણ હોતા નથી. જોકે કેટલીક સ્કિમ્સ એક્ઝિટ લોડ સ્પષ્ટ કરી શકે છે.

ઉદાહરણ તરીકે કોઇ સ્કિમ 1 વર્ષની અંદર રિડિમ કરવામાં આવે તો 1%ના એક્ઝિટ લોડ લાદે છે. તેનો અર્થ એ થશે કે જો રોકાણકારે 1 એપ્રિલ, 2016ના રોજ રોકાણ કર્યું હોય તો 31 માર્ચ, 2017 પહેલા કોઇ રિડિમ્પશન કરવામાં આવે તો એનએવી પર 1%ની પેનલ્ટી લાગુ થશે. જો રોકાણકાર 1 ફેબ્રુઆરી, 2017ના રોજ રૂ. 200ની એનએવી પર રિડિમ કરે તો રૂ. 2ની કપાત થશે અને રોકાણકારને યુનિટદીઠ રૂ. 198 પરત કરવામાં આવશે.

સામાન્યપણે એક્ઝિટ લોડ અંગેની તમામ માહિતી સંબંધિત સ્કિમને લગતા દસ્તાવેજોમાં ઉલ્લેખવામાં આવી છે. ઉદાહરણ તરીકે ફંડની ફેક્ટશીટ કે મુખ્ય માહિતી મેમોરેન્ડમ (કેઆઈએમ) આ પ્રકારની માહિતી ધરાવે છે.

431