ઓપન એન્ડ સ્કિમમાં રોકાણ કોઇ પણ સમયે રિડિમ કરી શકાય છે. જ્યાં સુધી 3 વર્ષનો લોક-ઇન સમયગાળો ધરાવતી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કિમ (ઇએલએસએસ)માં રોકાણ ન હોય ત્યાં સુધી રોકાણનાં રિડિમ્પશન પર કોઇ નિયંત્રણો હોતા નથી.
રોકાણકારોએ તેમના રોકાણ પર લાગુ થવા પાત્ર હોય એવા એક્ઝિટ લોડને ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક્ઝિટ લોડ્સ એવા ચાર્જિસ છે જે જો લાગુ થવા પાત્ર હોય તો જ રિડિમ્પશન વખતે ડિડક્ટ થાય છે. એએમસી સામાન્યપણે ટૂંકી અવધિને અથવા સ્કિમમાં સટ્ટાખોર રોકાણકારોને રોકવા માટે એક્ઝિટ લોડ લાદવામાં આવે છે.
ક્લોઝ્ડ એન્ડ સ્કિમ્સ આ ઓફર કરતા નથી, કારણ કે તમામ યુનિટ્સ પાકતી મુદ્દતની તારીખે આપમેળે રિડિમ થાય છે. જોકે ક્લોઝ્ડ એન્ડ સ્કિમ્સના યુનિટ્સ માન્યતા પ્રાપ્ત શેરબજાર પર લિસ્ટ થયેલા હોય છે અને રોકાણકારો માત્ર એક્સચેન્જ મારફતે અન્યોને પોતાના યુનિટ્સ વેચી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ્ઝ ભારતમાં સૌથી તરલ રોકાણ સ્થળો પૈકીના એક છે અને દરેક નાણાકીય યોજના માટે અસ્કયામતનો આદર્શ વર્ગ છે.