શું કોઈ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું ખૂબ મૂંઝવણભર્યું છે?

શું કોઈ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું ખૂબ મૂંઝવણભર્યું છે?

હા, ઘણા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઉપલબ્ધ છે – ઇક્વટી, ડેટ, નાણાં બજાર, હાઇબ્રિડ વગેરે. અને ભારતમાં ઘણા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્ઝ છે, જે તેમની સેંકડો સ્કિમ્સનું સંચાલન કરે છે. તેથી એવું લાગી શકે છે કે સ્કિમ પસંદ કરવી એ ખરેખર જટીલ અને ગૂંચવનારું કાર્ય છે.

રોકાણ કરવા માટે સ્કિમની પસંદગી કરવી એ રોકાણકારના મગજમાં આવનારી આખરી બાબત હોવી જોઇએ. તેના પહેલા એવા ઘણા મહત્ત્વનાં પગલાં છે જેમના મારફતે પછી ઘણી ગૂંચવણો દૂર કરવામાં મદદ મળશે.

સૌ પ્રથમ રોકાણકાર રોકાણ ધ્યેય ધરાવતા હોવા જોઇએ, જેમ કે નિવૃત્તિની યોજના કે ઘરનું નવીનીકરણ કરવું. તેમને બે આંકડા નક્કી કરવાના હોય છે – આનો ખર્ચ કેટલો થશે અને તેના માટે કેટલો સમય લાગશે, અને તેની સાથે કેટલું જોખમ લઈ શકાય છે તે જાણકારી પણ હોવી જોઇએ.

અન્ય શબ્દોમાં રોકાણકારના ધ્યેયો અને લક્ષ્યાંકો તથા જોખમ પ્રોફાઇલને આધારે ફંડના પ્રકારની ભલામણ કરવામાં આવે છે, જેમ કે ઇક્વિટી કે હાઇબ્રિડ કે ડેટ અને ત્યાર પછી ટ્રેક રેકોર્ડ, પોર્ટફોલિયો વગેરેને આધારે વિશિષ્ટ સ્કિમ્સ પસંદ કરવામાં આવે છે.

નિષ્કર્ષ એ છે કે જો શરૂઆતમાં રોકાણ ઉદ્દેશની સ્પષ્ટતા હોય તો અંતમાં ફંડની પસંદગી અંગે ગૂંચવણ ઘણી ઓછી હશે.

426