તમે નવો કારોબાર શરૂ કરનાર તમારા મિત્રને 8%ના દરે રૂ. 5 લાખ ઉછિના આપ્યા છે (જે બેંકના 7%ના દર કરતા ઊંચું છે). તમે તેને વર્ષોથી જાણો છો તેમ છતાં પણ તમારી સામે જોખમ છે કે તે તમારા નાણાં સમયસર પરત ન પણ કરી શકે કે પાછા ન પણ આપે. બેંકનો દર વધીને 8.5% થઈ શકે છે અને તમે 8%માં અટવાઇ જાઓ છો.
આ જ પ્રમાણે ડેટ ફંડ્ઝ તમારા નાણાંનું રોકાણ વ્યાજનો ભાર વેઠતી જામીનગીરીઓ જેવી કે બોન્ડ્ઝ અને નાણાં બજારનાં સાધનોમાં કરે છે. આ જામીનગીરીઓ આવા ફંડ્ઝને નિયમિતપણે વ્યાજની ચુકવણી કરવાનું વચન આપે છે. તેથી ડેટ ફંડ્ઝ પણ તમે તમારા મિત્રોને નાણાં ઉછિના આપો ત્યારે તેમાં રહેલા જોખમની જેમ ત્રણ મુખ્ય જોખમો ધરાવે છે.
- પ્રથમ આ ફંડ્ઝ વ્યાજ વેઠતી જામીનગીરીઓમાં રોકાણ કરે છે તેથી તેમની એનએવી વ્યાજદરમાં ફેરફાર થાય તેની સાથે વધઘટ