તમારી નિવૃત્તિ માટે યોજના ઘડવાની અને રોકાણ કરવાની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય આજે જ શરૂ થાય છે, પછી ભલે તમારી વય અને જીવનમાં નાણાકીય સ્થિતિ ગમે તેટલી હોય. ધ્યેય માટે તમે જેટલી વહેલી તકે રોકાણ કરવાની શરૂઆત કરો તેટલો વધુ સમય ચક્રવૃદ્ધિ થવા માટે તમારા નાણાંને મળે છે. ધારો કે તમારી વય આજે 30 વર્ષની છે અને તમે આગામી 30 વર્ષ માટે રૂ. 2000ની માસિક એસઆઇપી શરૂ કરો છો. તમારા નાણાંને ચક્રવૃદ્ધિ અને વધવા માટે વધુ સમય મળે છે. વાર્ષિક વ્યાજદર 12% ધારીએ તો તમે 30 વર્ષમાં 7.2 લાખનાં રોકાણની સામે 70 લાખનું નિવૃત્ત કોર્પસ એકત્રિત કરી શકો છો. જો તમે એ જ એસઆઇપી એક દાયકા પછી શરૂ કરો તો તમે 20 વર્ષની અવધિમાં 4.8 લાખના રોકાણ માટે 20 લાખ એકત્રિત કરશો.
તમે જોઇ શકો છો તેમ 10 વર્ષના વિલંબથી તમારી નિવૃત્તિનું કોર્પસ એક-તૃતિયાંશ જેટલું ઘટે છે. દુર્ભાગ્યવશ, મોટા ભાગના લોકોને લાંબા ગાળે ચક્રવૃદ્ધિની શક્તિનો અહેસાસ હોતો નથી અને મોડેથી શરૂઆત કરીને નિવૃત્તિનાં મોટા કોર્પસનું સર્જન કરવાની તક ગુમાવે છે. રોકાણને થોડા વર્ષો સુધી વિલંબિત કરવાથી સમયનું નુકસાન થાય છે અને તેને લીધે નાણાં વધવાની તકનું પણ નુકસાન થાય છે.
દરેક વ્યક્તિએ તેમના નાણાકીય ધ્યેયો માટે યોજના ઘડવાની શરૂઆત કરવી જોઇએ અને તેમની પ્રથમ નોકરીમાં સ્થિર થાય ત્યાર પછી તરત જ તેમણે તેમના ધ્યેયો માટે રોકાણ કરવું જોઇએ. અંતે સ્થિર લાંબા ગાળાના રોકાણકારો દોડમાં જીતે છે.
*કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કૅલ્ક્યુલેશન્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.