ફિક્સ્ડ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ શું હોય છે?

Video

ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ એ મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમ છે જે અંતર્ગત આવતી એસેટ સરકારી સિક્યોરિટીઝ, ડિબેન્ચર્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને અન્ય મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવી ફિક્સ્ડ-ઇન્કમ સિક્યોરિટીઝ હોય છે. આ ફંડ વ્યાપક રીતે ડેબ્ટ ફંડ તરીકે પણ ઓળખાય છે. કોર્પોરેટ બોન્ડ ફંડ્સ, ડાયનેમિક બોન્ડ ફંડ્સ, બેન્કિંગ અને PSU ડેબ્ટ ફંડ્સ, ગિલ્ટ ફંડ્સ, લિક્વિડ ફંડ્સ વગેરે ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સની કેટેગરીમાં આવે છે.

ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રીતે નીચે મુજબની સુવિધાઓ હોય છે:

ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝમાં રોકાણ: તેનો હેતુ બોન્ડ્સ અને અન્ય ફિક્સ્ડ ઇન્કમની સિક્યોરિટીઝમાં રોકાણ કરીને રિટર્ન (વળતર) મેળવવાનો હોય છે. આનો અર્થ એવો થાય કે, આ ફંડ્સ બોન્ડની ખરીદી કરે છે અને રોકાણ પર વ્યાજની આવક મેળવે છે.

ઓછી માર્કેટ વોલેટિલિટી: ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝની વોલેટિલિટી (વધઘટ) ઓછી હોય છે અને બજારની વિવિધ વધઘટના કારણે તેના પર ઓછી અસર પડે છે.

ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો: ડેબ્ટ ફંડ્સનું

વધુ વાંચો