મ્યુચ્યુઅલ ફંડ ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ એમ બે શ્રેણીમાં વહેંચી શકાય છે. પરંતુ તે બન્ને વચ્ચે શું તફાવત રહેલો છો? ચાલો આપણે તે જાણીએ.
1) તે શું છે?
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?
ઓપન-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની તે શ્રેણી છે જે રોકાણકારોને કોઇપણ સમયે યુનિટ્સ ખરીદવા અને વેચવાની સુવિધા આપે છે. એક વખત નવા ફંડની ઓફર સમાપ્ત થઇ જાય છે ત્યારબાદ ફંડ થોડા દિવસોની અંદર રોકાણો સ્વીકારવાનું શરૂ કરે છે. આમ રોકાણકારો કોઇપણ સમયે સ્કિમના માહિતી દસ્તાવેજો અનુસાર સ્કિમના યુનિટ્સમાં રોકાણ કરી શકે છે.
ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ શું?
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ક્લોઝ-એન્ડેડ ફંડોને તેવા મ્યુચ્યુઅલ ફંડ તરીકે વ્યાખ્યાયિત કરે છે જેની પરિપક્વતાની તારીખ અથવા નિશ્ચિત અવધિ નક્કી હોય છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સ જ્યારે સ્કિમ શરૂ કરવામાં આવે ત્યારે નિર્ધારિત સમયગાળા માટે સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ છે અને રોકાણ સમયગાળાના
વધુ વાંચો