જો તમે પર્યાવરણનું કાળજીપૂર્વક જતન કરતાં હોવ, અને એક એવી કંપનીમાં રોકાણ કરતાં હોવ જે પર્યાવરણની જાળવણી માટે આવશ્યક વ્યવહારો નજરઅંદાજ કરતી હોય, તો દેખીતી રીતે આ વાત તમારા મૂલ્યો સાથે સુસંગત નથી. આથી, હવે તમે એક એવું સમાધાન ઇચ્છી રહ્યાં છો જે તમારા નૈતિક મૂલ્યો સાથે અનુરૂપ હોય અને સાથે-સાથે તમને સંભવિત રિટર્ન કમાવવાની પણ તક પૂરી પાડે.
ટકાઉ રોકાણની દુનિયામાં પ્રવેશ કરો, જ્યાં વિશેષ પ્રકારના ફંડ તે વાતની ખાતરી આપે છે કે માત્ર તેવી જ કંપનીઓનો તમારા રોકાણ પોર્ટફોલિયોમાં સમાવેશ કરવામાં આવે જે ચોક્કસ પર્યાવરણીય માપદંડોને ચુસ્તપણે વળગી રહે છે. આ ફંડો કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલા વ્યવસાયોમાં રોકાણ કરે છે જે ટકાઉપણું, જાળવણી અને વધુ નફાકારક ભવિષ્યને પ્રાથમિકતા આપે છે. રજૂ કરી રહ્યાં છે ESG ફંડ્સ જ્યાં Eનો અર્થ છે પર્યાવરણ (Environment), Sનો અર્થ છે સામાજિક (Social) અને Gનો
વધુ વાંચો