ગોલ્ડ ETF એ સ્થાનિક ભૌતિક સોનાના ભાવને ટ્રૅક કરવાના ઉદ્દેશ્ય સાથે એક્સચેન્જ પર ટ્રેડ થતા ફંડ છે. તે રોકાણ માટેનું એક પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ (નિષ્ક્રિય સાધન) છે જે સોનાના વર્તમાન ભાવ અનુસાર ગોલ્ડ બુલિયનમાં રોકાણ કરે છે. તેથી, સરળ શબ્દોમાં કહીઓ તો, ગોલ્ડ ETF ભૌતિક સોનાના બદલામાં હોય છે (કાગળ અથવા બિન-ભૌતિક સ્વરૂપમાં હોય છે).
ગોલ્ડ ETFનું 1 યુનિટ = 1 ગ્રામ સોનું.
ભારતીય સ્ટોક એક્સચેન્જો પર જે રીતે કંપનીઓના અન્ય સ્ટોકનો વેપાર થાય છે તેવી રીતે ગોલ્ડ ETFનો વેપાર પણ થાય છે. જે રીતે કોઇ રોકાણકાર સ્ટોકનું ટ્રેડિંગ કરે, તેમ તમે ગોલ્ડ ETFને પણ ટ્રેડ કરી શકો છો.
ગોલ્ડ ETF મુખ્યત્વે NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટેડ છે અને તેના પર ટ્રેડ થાય છે. તેનો વેપાર કૅશ સેગમેન્ટમાં થાય છે અને સંભવતઃ બજાર ભાવે સતત ખરીદી અને વેચાણ
વધુ વાંચો