તમે લાંબા ગાળા માટે રોકાણ કર્યું હોય તે દરમિયાન બજાર જ્યારે અધવચ્ચે તૂટે ત્યારે શું થાય છે?

Video

એસઆઇપી મારફતે લાંબી અવધિનું રોકાણ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને આ સમયગાળા દરમિયાન બજાર તૂટી પડવાની સતત ચિંતા હોય છે. બજારનાં સમય અને અસ્થિરતા જેવા મ્યુચ્યુઅલ ફંડ્ઝનાં કેટલાક જોખમોનો સામનો કરવા માટે એસઆઇપી સારી રીતે તૈયાર કરવામાં આવી હોય છે. 

તમે એસઆઇપી મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નિયમિતપણે રોકાણ કરીને રૂપી-કોસ્ટનું સરેરાશ કરીને બજારની અસ્થિરતાને હરાવી શકો છો. તેના માટે તમે જ્યારે એનએવી ઓછી હોય ત્યારે વધુ યુનિટ્સ ખરીદો અને એનએવી વધુ હોય ત્યારે ઓછા યુનિટ્સ ખરીદો. જો એનએવી બંને રીતે બદલાય તો યુનિટદીઠ કિંમત  લાંબા ગાળે સરેરાશ  થાય છે. ઉદાહરણ તરીકે જો તમે મહિનાદીઠ રૂ. 1,000નું રોકાણ કરો તો તમે જો એનએવી રૂ. 10ની હોય તો 100 યુનિટ્સ મેળવો છો અને એનએવી ઘટીને રૂ. 5 થાય તો 200 યુનિટ્સ મેળવો છો. લાંબા ગાળે જો બજાર બંને દિશામાં જાય તો યુનિટદીઠ સરેરાશ કિંમત ઘટશે, તેથી વળતરની સ્થિરતાને ઘટાડવામાં પણ મદદ મળે છે. 

જો તમે લમ્પસમમાં રોકાણ કરો તો યુનિટ્સની સંખ્યા સમગ્ર હોલ્ડિંગ અવધિ દરમિયાન સમાન રહેશે, પરંતુ બજારના ઘટાડા દરમિયાન એનએવી ઘટતી હોવાની સાથે તેમનું મૂલ્ય ઘટશે. જો તમે લાંબી અવધિ માટે (ધારો કે 7-8 વર્ષ) ઇક્વિટી ફંડમાં લમ્પસમ રોકાણ ધરાવો છો તો ક્યારેક થતા ઘટાડાથી તમારા રોકાણને એટલી અસર થશે નહીં, કારણ કે સામાન્યપણે બજાર લાંબા ગાળે વધે છે. તમે જે એનએવી પર શરૂઆત કરી હોય તેનાથી ઘણી ઊંચી એનએવી પ્રાપ્ત થઈ શકે છે.

424
477

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??