મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં હું રોકાણ કરી શકું એવી લઘુત્તમ અને મહત્તમ અવધિ કઈ છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં હું રોકાણ કરી શકું એવી લઘુત્તમ અને મહત્તમ અવધિ કઈ છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણની લઘુત્તમ અવધિ એક દિવસ અને મહત્તમ અવધિ ‘અમર્યાદિત’ હોય છે.

એક દિવસની લઘુત્તમ અવધિ સમજવી સરળ હોઇ શકે છે એટલે કે વિશેષ એનએવી પર ફાળવેલા યુનિટ્સ પ્રાપ્ત કરવા અને ત્યાર પછી આગામી દિવસની એનએવી પર રિડિમ કરવા. જોકે મહત્તમ અવધિની ‘અમર્યાદિત’ પ્રકૃતિ શું છે? ભારતમાં 20 વર્ષથી વધુના સમયથી દૈનિક એનએવી સાથેની ઓપન એન્ડ સ્કિમ્સ અસ્તિત્વ ધરાવે છે. અને એવા પણ રોકાણકારો છે જેમણે આ અવધિ માટે રોકાણ જાળવી રાખ્યું છે! જ્યાં સુધી સ્કિમ્સ કામગીરી યથાવત રાખે અને એનએવી આધારિત વેચાણ અને ખરીદ કિંમત ઓફર કરે છે ત્યાં સુધી રોકાણકારો રોકાણ જાળવી રાખવાનું પસંદ કરી શકે છે. ઓપન એન્ડ ફંડ જ્યાં સુધી ફંડ હાઉસ ટ્રસ્ટીઝની મંજૂરી મેળવ્યા પછી તેને રદ કરવાનો નિર્ણય ન લે ત્યાં સુધી તે અસ્તિત્વમાં રહી શકે છે.

426

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??