મની માર્કેટ ફંડ શું છે?

મની માર્કેટ ફંડ શું છે? zoom-icon

મની માર્કેટ ફંડ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે જે મુખ્યત્વે એક વર્ષની અંદર પરિપક્વ થતાં હોય તેવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે. મની માર્કેટનો અર્થ છે નાણાકીય બજાર, જે ખૂબ જ ટૂંકાગાળાના ફિક્સ-ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે મની માર્કેટ ફંડમાં રોકાણ કરનારા સામાન્ય સહભાગીઓ બેન્ક, સંસ્થાકીય રોકાણકારો, કોર્પોરેશન, અન્ય નાણાકીય સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓ છે. 

મની માર્કેટ ફંડ રોકાણનો ટૂંકો સમયગાળો, ઊચ્ચ લિક્વિડિટી, વ્યાજના ઓછા દરો અને પ્રમાણમાં ઓછી યિલ્ડ જેવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. 

મની માર્કેટ ફંડ 1 વર્ષ અથવા તેથી ઓછો સમયગાળો ધરાવતી સિક્યુરિટીમાં રોકાણ કરતાં હોવાથી તે વધુ સારું રિટર્ન જનરેટ કરવા માટે અને જોખમ નિયંત્રણમાં રાખવા માટે સમયગાળામાં ફેરફાર કરતાં રહે છે. 

વધુમાં, આ ફંડ કોઇપણ અન્ય મ્યુચ્યુઅલ ફંડની જેમ જ કામ કરે છે પરંતુ તેમની રચના તેવી રીતે કરવામાં આવેલી હોય છે કે ફંડ

વધુ વાંચો