ડિવિડન્ડ શેર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી આવકનું વિતરણ છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ્સમાં જ્યારે ફંડ તેના પોર્ટફોલિયોમાં જામીનગીરીઓનાં વેચાણ પર નફો બુક કરાવે ત્યારે ડિવિડન્ડનું વિતરણ કરવામાં આવે છે.
નિયમન પ્રમાણે ફંડ માત્ર પોર્ટફોલિયોમાં જામીનગીરીઓનાં વેચાણમાંથી મળેલા લાભથી અથવા વ્યાજ કે ડિવિડન્ડ્સનાં સ્વરૂપમાં કોઇ પ્રવર્તમાન આવક માંથી ડિવિડન્ડની ઘોષણા કરી શકે છે. આવા લાભ ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રસ્ટીઝની મનસુફી પર ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે.
સ્કીમની ફેસવેલ્યુના (FV) ટકા તરીકે ડિવિડન્ડ જાહેર કરાય છે, નહીં કે NAV પર. જો પ્રતિ યુનિટ FV રૂ. 10 અને ડિવિડન્ડનો દર 20% છે, તો દરેક ડિવિડન્ડ ઓપ્શનમાંના દરેક રોકાણકારને ડિવિડન્ડ તરીકે રૂ. 2 મળે છે. જો કે, ડિવિડન્ડની ઘોષણા બાદ તેના જેટલી રકમથી જ સ્કીમની NAVમાં ઘટાડો થાય છે. ગ્રોથ ઓપ્શનવાળા રોકાણકારો ડિવિડન્ડને હકદાર નથી, સ્કીમના નફાનું આ સંજોગોમાં સ્કીમમાં જ પુનઃરોકાણ કરાય છે. આમ, ડિવિડન્ડ વિકલ્પથી વિપરીત ગ્રોથ ઓપ્શનનો NAV વધે છે.
01 એપ્રિલ 2020ની અસરથી, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો પરના ડિવિડન્ડને રોકાણકારોના હાથમાં જાય ત્યારે કરપાત્ર બનાવાયું છે. ડિવિડન્ડ ચૂકવણી પસંદ કરનારા રોકાણકારોએ હવે તેમને લાગુ પડતા સર્વોચ્ચ આવક વેરા દરે જે-તે નાણાકીય વર્ષમાં મેળવેલી કોઈ પણ ડિવિડન્ડની આવક પર આવક વેરો ચૂકવવો પડશે. ડિવિડન્ડ પુનઃરોકાણ માટે પસંદગી કરનારા રોકાણકારોના કર પર કોઈ અસર નહીં રહે કારણ કે તેઓ તેમના ફોલિયોમાં ફાળવાતા વધારાના યુનિટ્સના સંદર્ભમાં નફો મેળવે છે.