મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનનું મૂલ્યાંકન તેના રિટર્ન અને પ્રદર્શન ઉપરાંત બે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રદર્શન મેટ્રિક્સના આધારે કરાય છે જેનો મ્યુચ્યુઅલ ફંડના મૂલ્યાંકન માટે ઉપયોગ કરાય છે, જે છેઃ
(a) ટ્રેઈલિંગ રિટર્ન
(b) રોલિંગ રિટર્ન
તો ચાલો, આપણે હવે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિટર્નની ગણતરી માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી બે પદ્ધતિઓ પાછળના વિષયવસ્તુને સમજીએ અને તે વચ્ચેના તફાવતને પારખીએ. સ્કીમના વળતરની એ રીતે ગણતરી કરવામાં આવે છે કે સંબંધિત બેન્ચમાર્ક સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે સ્કીમ દ્વારા વધુ સારા પર્ફોર્મન્સ કે નબળા પર્ફોર્મન્સને પ્રતિબિંબિત કરશે.
ટ્રેઈલિંગ રિટર્ન:
મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રેઈલિંગ રિટર્ન એ માપવા માટીની રીત છે કે કેવી રીતે કોઈ ફંડે બે ચોક્કસ તારીખો વચ્ચે પ્રદર્શન કર્યું છે. ટ્રેઈલિંગ રિટર્નને સામાન્ય રીતે “પોઈન્ટ-ટુ-પોઈન્ટ” રિટર્ન તરીકે પણ સંદર્ભિત કરાય છે. કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન ફંડના પ્રદર્શન પર સંક્ષિપ્તમાં વિહંગાવલોકન પૂરું પાડવાની સાથે તેને ભિન્ન સમયમાળખામાં પણ ગોઠવી શકાય