શું નિવૃત્ત લોકોએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવું જોઇએ?

શું નિવૃત્ત લોકોએ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવું જોઇએ? zoom-icon

નિવૃત્ત લોકો સામાન્યપણે તેમની બચત અને રોકાણ બેંકની એફડી, પીપીએફ, સોનું, રિઅલ એસ્ટેટ, વીમો, પેન્શન યોજનાઓ વગેરેમાં સુરક્ષિત રાખે છે. મોટા ભાગના આ વિકલ્પોને તાત્કાલિક ધોરણે રોકડમાં રૂપાંતરિત કરવા મુશ્કેલ હોય છે. આને લીધે મેડિકલ કે અન્ય આપતકાલિન સ્થિતિઓમાં અનુચિત તણાવ સર્જાઇ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝ નિવૃત્ત લોકોને જરૂરિયાત અનુસાર તરલતા પૂરી પાડે છે, કારણ કે તેઓ ઉપાડ માટે સરળ હોય છે અને કર પછી વધુ સારું વળતર આપે છે.

મોટા ભાગના નિવૃત્ત લોકો મ્યુચ્યુઅલ ફંડ્ઝનાં વળતરમાં અસ્થિરતા કે ઉતાર-ચડાવથી ભયભીત હોય છે અને તેમનાથી દૂર રહે છે. તેમણે તેમણાં નિવૃત્તિનાં કોર્પસના થોડા હિસ્સાને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકવા જોઇએ અને સિસ્ટેમેટિક વિડ્રોવલ પ્લાન (એસડબ્લ્યુપી) લેવો જોઇએ. આ તેમને આવા રોકાણમાંથી નિયમિત માસિક આવક કમાવવામાં મદદ કરશે. ડેટ ફંડ્ઝ ઇક્વિટી ફંડ્ઝની સામે તુલનાત્મક રીતે સુરક્ષિત હોય છે, કારણ કે તેઓ બેંકો, કંપનીઓ, સરકારી સંસ્થાનો અને નાણાં બજારનાં સાધનો (બેંક સીડી, ટી-બિલ્સ, કોમર્શિયલ પેપર્સ) દ્વારા જારી કરેલા બોન્ડ્ઝમાં રોકાણ કરે છે. 

ડેટ ફંડ્ઝમાં એસડબ્લ્યુપી બેંક એફડીની તુલનામાં કર કાર્યક્ષમ વળતર પૂરા પાડે છે. એસડબ્લ્યુપી હેઠળ થતા નાણાં-ઉપાડની તુલનામાં એફડી/પેન્શન યોજનામાંથી થતી આવક પર અસરકારક ઊંચા દરે કર લાદવામાં આવે છે. તમે એસડબ્લ્યુપીને સરળતાથી બંધ કરી શકો છો અથવા પેન્શન યોજનાથી વિપરિત તમારી જરૂરિયાતને આધારે કોઇ પણ સમયે ઉપાડની રકમને બદલી શકો છો. તેથી નિવૃત્ત લોકોએ તેમના નાણાકીય આયોજનમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝને સામેલ કરવા જોઇએ.

431