ઇન્ડેક્સ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઇએ?

ઇન્ડેક્સ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઇએ? zoom-icon

ઇન્ડેક્સ ફંડ એ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે જે ચોક્કસ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ (જેમ કે BSE સેન્સેક્સ, નિફ્ટી 50, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ વગેરે)ની કામગીરીને ટ્રેક કરવા માટે રચાયેલો છે. આ ફંડ્સનો હેતુ ચોક્કસ બેન્ચમાર્ક ઇન્ડેક્સની નજીકથી નકલ કરતા સિક્યોરિટીના પોર્ટફોલિયોને જાળવી રાખીને રોકાણનું વળતર પ્રતિબિંબિત કરવાનો છે. પરંતુ ઇન્ડેક્સ ફંડમાં કોણે રોકાણ કરવું જોઇએ? 

ઇન્ડેક્સ ફંડ્સ એવા રોકાણકારો માટે આદર્શ રોકાણની પસંદગી છે જેઓ પ્રમાણમાં જોખમ-વિરોધી છે કારણ કે આ ફંડ્સ ચોક્કસ માર્કેટ ઇન્ડેક્સને મેપ કરે છે, જેના કારણે તેમને ઇક્વિટી-લિંક્ડ જોખમો માટેનું જોખમ ઘટી જાય છે. જો કે, બજારમાં મંદી હોય ત્યારે હજુ પણ જોખમ અને અસ્થિરતા રહે છે. 

આ એવા રોકાણકારો માટે પણ યોગ્ય પસંદગી બની શકે છે જેઓ મ્યુચ્યુઅલ ફંડમાં નવા હોય છે. સમયાંતરે અંતર્ગત ઇન્ડેક્સની કામગીરીનો મેળ બેસાડવા અથવા તેને ટ્રૅક કરવા માટે તે ઇન્ડેક્સમાં કરેલું રોકાણ માત્ર ઇન્ડેક્સ ફંડના પોર્ટફોલિયો મેનેજર પર નિર્ભર હોય છે જેના કારણે આવું થાય છે. 

ઇન્ડેક્સ ફંડ્સ ઐતિહાસિક રીતે લાંબા ગાળાના રોકાણમાં સારાથી મધ્યમ વળતર આપવા માટે પણ જાણીતા છે, જેના કારણે લાંબા ગાળાના રોકાણકારો માટે તે યોગ્ય પસંદગી છે.

ઇન્ડેક્સ ફંડને સામાન્ય રીતે મધ્યમ/ઉચ્ચ જોખમ ગણવામાં આવે છે, ત્યારે કેટલીક સંભવિત મર્યાદાઓ નોંધવી મહત્વપૂર્ણ છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

• નોન-ઇન્ડેક્સ ફંડ્સની તુલનામાં મર્યાદિત સુગમતા.
• ફંડ મેનેજર દ્વારા પસંદ કરાયેલા ઇન્ડેક્સને સચોટ રીતે ટ્રૅક ન કરવામાં આવે તેવું જોખમ છે.
• ફંડમાં જે ઇન્ડેક્સની નકલ કરવાનો ધ્યેય રાખ્યો હોય તેની સરખામણીમાં ફંડનું પરફોર્મન્સ ઓછું રહેવાની શક્યતા છે.

એકંદરે કહીએ તો, ઇન્ડેક્સ ફંડમાં રોકાણ મુખ્યત્વે રોકાણકારના રોકાણના પરિબળો પર આધારિત રહેશે, જેમ કે જોખમ સહનશીલતા, નાણાકીય ઉદ્દેશ્યો વગેરે. ઉપરોક્ત લક્ષણો ફંડમાં રોકાણને પ્રભાવિત કરતા પરિબળોને નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે. 

અસ્વીકરણ 
મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

285