મ્યુચ્યુઅલ ફંડ્ઝ બચત ખાતા કે એફડીની જેમ નિશ્ચિત દરનાં વળતર કેમ આપતા નથી?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ બચત ખાતા કે એફડીની જેમ નિશ્ચિત દરનાં વળતર કેમ આપતા નથી? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં પ્રાપ્ત થતા વળતર ઘણી બાબતોની કામગીરી પર આધાર રાખે છે, જેવી કે જેમાં રોકાણ કર્યું છે એવા સ્થળ, વિવિધ બજારોની ગતિવિધિ, ફંડ સંચાલન ટીમની કાર્યક્ષમતા અને રોકાણ અવધિ.

આમાંથી ઘણા ઘટક અનિશ્ચિત હોવાથી વળતરની બાંયધરી હોઇ શકે નહીં, જ્યારે ફિસ્ક્ડ ડિપોઝિટમાં તેનાથી વિપરિત હોય છે, કારણ કે તેમાં ઘણે ખરે અંશે આ પરિબળો ઉપસ્થિત હોતા નથી.

ફિક્સ્ડ ડિપોઝિટમાં વળતર માત્ર નિશ્ચિત સમય માટે નિશ્ચિત હોય છે. આ વળતર અને અવધિ બંનેનો નિર્ણય ડિપોઝિટર દ્વારા નહીં, પરંતુ જારી કરનાર કંપની દ્વારા લેવામાં આવે છે. તેથી જો કોઇ વ્યક્તિ છ વર્ષ માટે નાણાંનું રોકાણ કરવા માગતી હોય અને ડિપોઝિટ પાંચ વર્ષ માટે ઉપલબ્ધ હોય તો વળતરની જાણકારી માત્ર પ્રથમ પાંચ વર્ષ માટે હોય છે, પરંતુ સમગ્ર છ વર્ષની અવધિ માટે હોતી નથી. તેથી રોકાણનાં વળતરની જાણકારી માત્ર એવી બાંયધરીયુક્ત વળતરની પ્રોડક્ટ્સના

વધુ વાંચો
430