નાણાં લોક થતા નથી. તેનું રોકાણ થાય છે!

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં નાણાં લોક થતા નથી. તેનું રોકાણ થાય છે!

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરતી વખતે સૌથી સામાન્ય પ્રશ્નોમાંથી એક એ છે કે ‘શું મારા નાણાં લોક થાય છે ?’

 બે હકીકતો નોંધવી મહત્ત્વપૂર્ણ છેઃ

એ. મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં નાણાંનું  રોકાણ થાય છે પરંતુ  લોક થતા નથી  અને નાણાં હંમેશાં તમારા જ રહે છે. તેનું સંચાલન વ્યાવસાયિક ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે.

બી. તમારા નાણાં હંમેશાં સરળતાથી મેળવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડનું માળખું સુનિશ્ચિત કરે છે કે નાણાં મેળવવામાં લવચિકતા હોય છે. તમે તમારું રોકાણ આંશિક કે સંપૂર્ણ રિડિમ કરી શકો છો. દર મહિનાની સ્પષ્ટ કરેલી તરીખે કે દર ત્રિમાસિક ધોરણે કે તમે પસંદ કરો તે પ્રમાણે તમારા ખાતામાં નિશ્ચિત રકમ ટ્રાન્સફર કરવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને સ્ટેન્ડિંગ સૂચના આપીને રિડિમ્પશનની તારીખને અગાઉથી સ્પષ્ટ કરી શકો છો. તમે તમારા રોકાણને એક મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાંથી સમાન મ્યુચ્યુઅલ ફંડ કંપની દ્વારા સંચાલિત થતા અન્ય સ્કિમમાં ટ્રાન્સફર કરવાનું પણ પસંદ કરી શકો છો. અને તમે હંમેશાં સમગ્રલક્ષી / સરળતાથી સમજી શકો એવું ખાતાનું સ્ટેટમેન્ટ મેળવો છો, જે સ્પષ્ટપણે વિગતો ધરાવે છે.

આગળ વધો અને તમારી પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં રોકાણ કરો અને લવચિકતા, પારદર્શકતા અને તરલતા માણો. અન્ય શબ્દોમાં વ્યાવસાયિક મેનેજર્સની સંભાળમાં રહીને રોકાણનો શ્રેષ્ઠ અનુભવ માણો.

427