આપણામાંથી ઘણા લોકો આપણા પોતાના રોકાણને સંચાલિત કરવાના વિચાર માત્રથી ઘબરાઇ જતા હોઇએ છીએ. વ્યાવસાયિક ફંડ સંચાલન કંપનીની મદદથી લોકોને તેમના શિક્ષણ, અનુભવ અને કુશળતાને આધારે વિવિધ કામગીરીનો હવાલો સોંપવામાં આવે છે.
રોકાણકાર તરીકે તમે તમારી નાણાકીય બાબતોને પોતાની જાતે સંચાલિત કરી શકો છો અથવા વ્યાવસાયિક કંપનીની મદદ લઈ શકો છો. તમે વ્યાવસાયિકની મદદ લઈ શકો છો જ્યારેઃ
- તમે આ કાર્ય શ્રેષ્ઠ રીતે કેવી રીતે કરવું એ જાણતા ન હોય – આપણામાંથી ઘણા લોકો પોતાના આવકવેરાનાં રિટર્ન ફાઇલ કરવા વ્યાવસાયિકની મદદ લે છે, કે લગભગ આપણે સૌ આપણું ઘર બનાવવા આર્કિટેકની સેવા લઈએ છીએ.
- તમારી પાસે પૂરતો સમય કે રુચિ હોતા નથી. આ આપણે ગાડી કેવી રીતે ચલાવવી એ જાણતા હોવા છતાં પણ ડ્રાઇવરની નિમણુક કરવા જેવું છે.
- તમે જાતે કાર્ય કરવાને સ્થાને આઉટસોર્સ કરીને તમારા નાણાંની બચત કરી શકો છો. જેમ કે તમારું પોતાનું વાહન ચલાવીને પ્રવાસ કરવો એ ટ્રેનમાં સફર કરવાની તુલનામાં મોંઘું હોય છે.
- તમે તમારો સમય તમારી પસંદગીની અન્ય પ્રવૃત્તિઓ કરવામાં પસાર કરી શકો છો.
વ્યાવસાયિક ફંડ સંચાલન મ્યુચ્યુઅલ ફંડ્ઝના શ્રેષ્ઠ લાભો પૈકીનો એક છે. ડાબી બાજુ પર આપવામાં આવેલા ઇન્ફોગ્રાફિક અન્ય તમામ લાભો પર પ્રકાશ પાડે છે. આ લાભોને ધ્યાનમાં રાખતા એવું કોઇ કારણ નથી જેને લીધે વ્યક્તિએ અન્ય કોઇ રોકાણનો વિચાર કરવો જોઇએ.
424