ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ, (મ્યુચ્યુઅલ ફંડનું એક સ્વરૂપ) કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અન્ય ડેબ્ટ સિક્યોરિટીઝ જેવી ફિક્સ્ડ-ઇન્કમ એસેટ્સમાં ફંડની એસેટ ફાળવણી અને સેબી દ્વારા પરવાનગી આપેલી માર્ગદર્શિકા અને મર્યાદાઓ અનુસાર રોકાણ કરે છે. તેમનો ઉદ્દેશ્ય વ્યાજ અને મૂડી વૃદ્ધિ દ્વારા વળતર મેળવવાનો હોય છે. આ ફ્લેક્સિબિલિટી રોકાણના વિવિધ ઉદ્દેશ્યો અને જોખમ સહન કરવાની સમર્થતાને અનુરૂપ હોય છે. ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સને ડેબ્ટ અથવા બોન્ડ ફંડ્સ પણ કહેવામાં આવે છે.
ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને અસંખ્ય સુવિધાઓ પૂરી પાડે, જેમ કે:
- ડાઇવર્સિફિકેશન: આ ફંડ્સ સરકારી અને કોર્પોરેટ બોન્ડ જેવી વિવિધ ફિક્સ્ડ-ઇન્કમ સિક્યોરિટીઝમાં રોકાણ ફેલાવીને ડાઇવર્સિફિકેશન પૂરું પાડે છે અને પોર્ટફોલિયોનું એકંદર જોખમ ઘટાડે છે.
- લિક્વિડિટી: ખાસ કરીને તાત્કાલિક નાણાકીય પરિસ્થિતિઓમાં ઓપન-એન્ડેડ ફિક્સ્ડ ઇન્કમ ફંડ લિક્વિડેશનની સવલત આપે છે, કારણ કે તેમાં કોઇ લૉક-ઇન પીરિયડ નથી હોતો.
- પ્રમાણમાં ઓછા જોખમો: આ ફંડ્સને વ્યાપકપણે ઓછાથી મધ્યમ