નિવૃત્તિ માટે વહેલું પ્લાનિંગ શરૂ કરવું ઘરનું નિર્માણ કરવા જેવું છે. નિવૃત્તિ પ્લાનિંગ સફળ બને તે માટે મજબૂત નાણાકીય આધાર એટલું જ મહત્ત્વ ધરાવે છે જેટલું મહત્ત્વ ઘર નિર્માણ માટે તેના મજબૂત પાયા ધરાવે છે.
ઘરના નિર્માણના પ્રથમ ચરણમાં તેની કાચી રૂપરેખા તૈયાર કરવી અને તેના માટે જરૂરી ચીજ-વસ્તુઓ નિર્ધારિત કરવાનો સમાવેશ થાય છે. આ જ વાત નિવૃત્તિ પ્લાનિંગને પણ એટલી જ લાગુ પડે છે, તમે જ્યારે નિવૃત્ત થવા માંગો છો તે સમયે અપેક્ષિત નિવૃત્તિ ભંડોળ સુધી પહોંચવા કયા સાધનો તમને મદદરૂપ થશે તે તમારે ઓળખવા પડે છે.
જેમ જેમ બાંધકામ આગળ વધે છે તેમ તેમ તેમાં થયેલી પ્રગતિનું સમયાંતરે મૂલ્યાંકન કરવું, આવશ્યક સુધારા-વધારા કરવા અને તેનું માળખું તેના ઇચ્છિત હેતુઓ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેવી જ રીતે, તમારે તમારા પોર્ટફોલિયોની સમયાંતરે સમીક્ષા કરતાં રહેવું જોઇએ અને તમારા
વધુ વાંચો