મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે નિવૃત્તિનાં કોર્પસ (નાણાં કોષ)નું નિર્માણ કેવી રીતે કરવું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે નિવૃત્તિનાં કોર્પસ (નાણાં કોષ)નું નિર્માણ કેવી રીતે કરવું? બલ્લુ, એક રિંછની વાર્તા. મોટા ભાગના લોકોને અહેસાસ નથી થતો કે તેમનું નિવૃત્તિનું જીવન તેમનાં કાર્યકાળ જેટલું જ લાંબુ હોઇ શકે છે અને તેમને ઓછામાં ઓછા 25-30 વર્ષ સુધી ચાલે એટલા મોટા કોર્પસની જરૂર પડશે. યોગ્ય નાણાકીય આયોજન વિના તમારી બચત તમામ ખર્ચ અને આપતકાલિન જરૂરિયાતોને આવરવા માટે પૂરતું હોઇ ન પણ શકે.
પરંતુ તમે 25-30 વર્ષનાં નિવૃત્તિનાં જીવનને ટકાવી રાખવા માટે કોર્પસનું નિર્માણ કેવી રીતે કરશો? સૌ પ્રથમ અમારા ફુગાવાનાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારા વાર્ષિક ખર્ચ કેવા હશે તે શોધો અને તમારી નિવૃત્તિનાં 25-30 વર્ષને ટકાવી રાખવા માટે જરૂર હોય એટલા કુલ કોર્પસ અંગે નિર્ણય લો. એક વખત તમારા મનમાં નિવૃત્તિનાં કોર્પસનો ખ્યાલ આવી જશે ત્યાર પછી તમે ઉપર પ્રમાણેનાં કોર્પસનું નિર્માણ કરી શકો તે માટે તમારા કાર્યકાળ દરમિયાન તમારે અત્યારે શરૂ કરવાના રહેતા માસિક SIP રોકાણનો અંદાજ મેળવવા માટે અમારા ગોલ SIP કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. SIP મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાનો લાભ એ છે કે તે તમારા ખિસ્સા પર ભારે પડતું નથી અને તમારી માસિક આવકમાંથી વ્યવસ્થા કરી શકો છો.

પછી તમારી જોખમ લેવાની ક્ષમતાને આધારે લાંબા ગાળાની વૃદ્ધિ માટે કેટલીક મ્યુચ્યુઅલ ફંડની સ્કિમ્સ પસંદ કરો. ઇક્વિટી ફંડ્ઝની લાંબા ગાળા માટે ભલામણ કરવામાં આવે છે, જ્યારે તમે ડેટ કે હાઇબ્રિડ ફંડ્ઝનો પણ ઉપયોગ કરી શકો છો. તમારા વળતરની અપેક્ષાઓને તમે પસંદ કરેલી મ્યુચ્યુઅલ ફંડ્ઝની સ્કિમ્સની કેટેગરી અને પ્રકાર સાથે સંરેખિત કરો.

જો શરૂઆત સારી હશે તો અડધું કામ પૂરું. આરંભમાં શક્ય એટલી સારી રીતે શિસ્ત લાવીને તમારા નિવૃત્તિનાં જીવનનો નાણાકીય લક્ષ્યાંક હાંસલ કરવા માટે ઓછો પ્રયત્ન કરવો પડશે.
 

424
426

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??